તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Years Old Demand Of People Of Fulsar Area Of Bhavnagar Fulfilled, Construction Of Road Connecting Satnam Chowk To Karmacharynagar Started

સમસ્યાનો અંત:ભાવનગરના ફૂલસર વિસ્તારનાં લોકોની વર્ષો જૂની માંગ પૂર્ણ, સતનામ ચોકથી કર્મચારીનગરને જોડતાં રોડના નિર્માણના શ્રીગણેશ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ નિર્માણમાં બાધારૂપ નાનાં મોટાં દબાણો લોકો સ્વયંભૂ પણે હટાવી મદદરૂપ થઈ રહ્યાં છે

ભાવનગર શહેરના પછાત વિસ્તાર તરીકે ગણના થતાં ફૂલસર વિસ્તારમાં વર્ષો બાદ લોક માંગ પુરી થઈ જાય એવાં ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. ચિત્રા વિસ્તારમાં આવેલા સિદસર રોડ સ્થિત સતનામ ચોકથી કર્મચારીનગર સુધીનાં અંદાજે બે કિલોમીટરના રોડને બનાવવાનું કામ શરૂ થતાં લોકોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી છે.

શહેરના ફૂલસર વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 35 વર્ષથી વારંવાર માંગ કરી રહ્યાં હતાં અને આ રોડ બનાવવાની આતુરતા પૂર્વક રાહ પણ જોઈ રહ્યા હતા એ માંગ નો તંત્ર એ સ્વીકાર કર્યા બાદ હવે નકકર કામગીરી ની ફલશ્રુતિ એ રોડ નવનિર્માણ ના શ્રીગણેશ થતાં લોકો માં હર્ષની લાગણી પ્રસરી છે.

ભાવનગર શહેરનાં ફૂલસર સ્થિત કર્મચારીનગરથી અમરપાર્ક, અંજલી પાર્ક થઈને બારૈયાની વાડી હોઈદડ વાળાની વાડી વિસ્તારમાં થઈને ચિત્રા-સિદસર રોડપર ક્રાઈસ્ટ સ્કૂલ ચોકડી- સતનામ ચોક સુધીનો રોડ વર્ષોથી ગડા-કેડાના માર્ગ જેવો હતો વાડી-ખેતરો વચ્ચેથી પસાર થતાં આ રોડપર આજદિન સુધી કોઈ જ કાર્ય કરવામાં આવ્યું ન હતું અને ચોમાસામાં વાડી-વિસ્તાર ને પગલે આ રોડપર પ્રચૂર માત્રામાં કાદવ-કિચડના થર જામી જતાં હોય લોકોને પગપાળા પણ પસાર થવું મુશ્કેલ બનતું હતું.

આ રોડના ઉપયોગ થકી લોકો, રાહદારીઓ, વાહનચાલકો ટ્રાફિક ની સમસ્યા વિના સરળતાથી ચિત્રા, મિલેટ્રીસોસાયટી, બેંક કોલોની ગણેશનગર તરફ તથા મુખ્ય ગૌરવપથ સુધી ખૂબ જ સરળતાથી અને તદ્દન શોર્ટરૂટ દ્વારા પહોંચી શકે છે. આ રોડનો લોકો બહોળો ઉપયોગ કરતાં હોય આથી આ રોડપરના દબાણો દૂર કરી નવો બનાવવાની વર્ષો જૂની લોક માંગ હતી પરંતુ મંજૂર થતો ન હતો.

આ વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલે અંગત રસ લઈ આ લોક માંગને વાચા આપવામાં ધનિષ્ઠ ફાળો આપ્યો છે અને થોડા સમય પૂર્વે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 27 લાખના ખર્ચે આ રોડ બનાવવા માટે મંજૂરીની મ્હોંર મારવામાં આવી હતી અને ટેન્ડરિંગ પ્રક્રિયાના અંતે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા રોડ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ રોડપર વાડી માલિકો તથા મિલ્કત આસામીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતાં, પરંતુ રોડ નવનિર્માણ ની વાત ને લઈને લોક સુખાકારી વધતી હોય આથી દબાણ કર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ રોડનો વિદ્યાર્થીઓ પણ બહોળો ઉપયોગ કરતા હોય આથી આ રસ્તો બન્યે તેઓને પણ ભારે રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...