શક્યતા:વર્ષ 2021 : તડકા-છાંયડાની વચ્ચે અલંગમાં જહાજની સંખ્યામાં ઓટ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પડોશી દેશોની હરિફાઇ, સ્થાનિક માર્કેટમાં ચઢાવ-ઉતાર રહ્યા
  • ફેબ્રુઆરી-2022થી અલંગમાં​​​​​​​ જહાજોનો પુરવઠો વધવાની વકી

ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ માટે વર્ષ 2021 તડકા-છાંયડા વાળુ રહ્યુ અને જહાજોની સંખ્યામા ઓટ આવી છે. જો કે નિષ્ણાંતોના મતે ફેબ્રુઆરી-2022 પછી અલંગમાં જહાજોનો પુરવઠો અગાઉની જેમ થવાની શક્યતા છે.

સમગ્ર વિશ્વના 95 ટકા જહાજો ભાંગવાની પ્રવૃત્તિ દક્ષિણ એશિયાના દરિયાકાંઠે થઇ રહી છે. ભારતમાં ગુજરાતના અલંગ ખાતે જહાજો ભાંગવાનો ઉદ્યોગ વર્ષ 1983થી પ્રસ્થાપિત થયેલો છે. અને અત્યારસુધીમાં 8,416 જહાજો ભાંગવા માટે અલંગમાં આવી ચૂક્યા છે. વર્ષ-2021 જાન્યુ.થી ડિસે. સુધીમાં અલંગમાં 212 જહાજ ભાંગવા માટે આવી ચૂક્યા છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડની વર્ષ 2021 દરમિયાન તેના નજીકના હરિફ બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફથી તિવ્ર હરિફાઇ સાંપડી રહી હતી. અને તેના કારણે અલંગમાં જહાજોની સંખ્યાને સીધી અસર પહોંચી છે.પડોશી દેશો અલંગના ઉદ્યોગકારોની સરખામણીએ આંતરરાષ્ટ્રીય બજારમાંથી વધુ કિંમતે જહાજ ખરીદી રહ્યા હોવાથી નફાકારક્તા વધુ હોય તેવા જહાજો અલંગ સુધી ઓછા આવે છે.

અલંગની સ્થિતિ- વર્ષ 2021 માં

મહિનો -2021

જહાજની સંખ્યા

જાન્યુઆરી28
ફેબ્રુઆરી12
માર્ચ10
એપ્રિલ16
મે19
જૂન25
જુલાઇ15
ઓગસ્ટ16
સપ્ટેમ્બર13
ઓકટોબર21
નવેમ્બર16
ડિસેમ્બર21
કુલ212
અન્ય સમાચારો પણ છે...