આયોજન:રાજપૂત-ક્ષત્રિય સમાજની એકતા જાગૃતિ માટે યાત્રા શહેરમાં ફરી

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં 400 ફોરવિલ ગાડી 100 બાઇક જોડાઈ
  • રાજપૂત કરણી સેના પ્રેરિત યાત્રાનું​​​​​​​ વિવિધ સમાજોએ કરેલું સ્વાગત

રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢ કચ્છથી શરૂ કરાયેલી એકતા યાત્રા ભાવનગરમાં આવી પહોંચતા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાવનગર શહેરમાં આ અવસરે સંતવાણી અને ડાયરો યોજાઇ ગયો જેમાં નામાંકિત કલાકારોએ લોકસાહિત્યના રસથી સૌ કોઇને તરબોળ કર્યા હતા.

ભાવનગરમાં આ યાત્રા આવી પહોંચતા માતા કરણીનો રથ અને વિશાળ ગાડીઓના કાફલો સાથે આજે ગોહિલવાડની ધરતી પર યાત્રા આવી હતી. રાજપુત કરણી સેના ગુજરાત દ્વારા આયોજિત એક ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા તારીખ 1 મેએ માતાના મઢ (કચ્છ) પ્રસ્થાન થાય છે.

એ યાત્રા ત્યાંથી અંબાજી થય ને ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ થશે જ્યારે આ યાત્રા ભાવનગરમાં પ્રવેશ થઈ ત્યારે સાંજે નારી ચોકડીથી નિલમબાગ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ પુષ્પાંજલિ અર્પણ કરીને પૂરી કાર રેલી પાણીની ટાંકી બાજુ પ્રસ્થાન કરેલું ત્યાં પૂર્વ અર્મી સેનિકો દ્વારા ભવ્ય સમાન કરવામાં આવ્યું આ રેલીમાં 400 ફોરવિલ ગાડી 100 બાઇકનો સમાવેશ હતો.

આ રેલી દરમિયાન આખા ભાવનગર શહેર અંદર 11 સન્માન સમારોહ હતા તેમાં અલગ અલગ સમાજના આગેવાન નો દ્વારા કરવાંમાં આવ્યું ત્યારે બાદ રેલી પુર્ણ થયા બાદ રાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ ડાયરામાં રાજભા ગઢવી તથા સાગરદાન ગઢવી પણ હતા.

તથા આખા ગુજરાતથી રાજપુત સમાજના મહેમાનો પણ હાજર રહિયા હતા આ ડાયરા માં હજારો માણસોની પણ હાજરી હતી આ ડાયરો રાજપુત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે.પી જાડેજા તથા ભાવનગર શહેર પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા (કાનભા) તથા જિલ્લા પ્રમુખ અશ્વિનસિંહ ગોહિલની આગેવાનીમાં થયો હતો.

અન્ય સમાચારો પણ છે...