રેલીનું આયોજન:માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ પડતર પ્રશ્ને 6 જુનના રોજ અમદાવાદથી ગાંધીનગર સુધી યાત્રા યોજાશે

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલીને સફળ બનાવવા ભાવનગર જિલ્લામાંથી માજી સૈનિકો અને તેમના પરિવારો જોડાશે

ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા પડતર પ્રશ્નના નિવાકરણ માટે આવતી તા. 6 જુનના રોજ અમદાવાદથી ગાંધીનગર સુધી કાર, બાઇક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સૈનિક સેવા ફાઉન્ડેશન ( ગુજરાત માજી સૈનિક) દ્વારા આગામી તા.6 જૂનના રોજ શહીદ પરિવારો, માજી સૈનિકોની વિવિધ માંગણીઓને લઈને એક સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ શહીદ સ્મારક સર્કિટ હાઉસની બાજુમાં અમદાવાદથી ગાંધીનગર સુધી જશે. ગુજરાત ભરમાંથી 10 હજાર કરતા વધારે માજી સૈનિકો, વીર નારીઓ, અન્ય સંસ્થાઓ જોડાશે.આ રેલીને સફળ બનાવવા ભાવનગર જિલ્લામાંથી માજી સૈનિકો અને તેમના પરિવારો જોડાશે.

આ રેલીને સફળ બનાવવા કૃષ્ણદેવસિંહ રાજ્ય સંગઠન મંત્રી, મનીષભાઈ વાજા ભાવનગર જિલ્લા, પ્રમુખ સુરેન્દ્રસિંહ રાણાએ સહિતના આગેવાનોએ રેલીમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...