તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે નિર્વાણ દિવસ છે. બીજી એપ્રિલ 1965ના દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું અવસાન થયું હતું. ભાવનગરના પ્રજાવત્સલ એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજી હર હંમેશ ભાવનગરની પ્રજા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા કાર્યો અને પ્રયત્નો કરતા રહ્યા હતા.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી આગવી પહેલ કરીને ભારત દેશને અખંડ બનાવવામાં સિંહ ફાળો આપ્યો
ભાવનગર માટે અનેક સવલતો મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા ઉભી કરવામાં આવી હતી. ગામડાના લોકોની આરોગ્યની ચિંતા કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલને ભાવનગરની પ્રજાને અર્પણ કરવામાં આવી હતું. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલને દેશનું પ્રથમ રાજ્ય સોપીને અખંડ ભારત બનાવમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આગવી પહેલ કરીને ભારત દેશને અખંડ બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો.
આવા પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના 56માં નિર્વાણ દિવસ નિમિત્તે રાજકીય તેમજ સામાજિક લોકો દ્વારા ભાવનગર નિલમબાગ સર્કલ ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાવનગરના મેયર કીર્તિ દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, શહેર સંગઠન મહામંત્રી યોગેશ બદાણી, તેમજ અન્ય આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.