ભાવનગર નારી ગામ પાસે, સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા.21 માર્ચના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ની ઉજવણી થવા જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો અને ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિતે વિજ્ઞાનને અલગ રીતે રજુ કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન વિષયો પર આધારિત કાર્યક્રમ
આ કાર્યક્રમની થીમ STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો પર આધારિત છે જેમાં યુવા કવિઓ પોતાને અનુકુળ ભાષા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી)માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી શકશે. કવિતા પ્રેમી યુવાનો, વિદ્યાર્થી મિત્રો કે જે કૃતિ લખવામાં રસ ધરાવે છે તેમના માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર અનોખી તક આપે છે.
220થી વધારે વૈજ્ઞાનિકોની માહિતી ઉપલબ્ધ
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક પણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી કે અન્ય ચાર્જ નથી. એન્ટ્રી ફી 20માં પ્રવેશ લઇ કાર્યક્રમ માણો અને કાર્યક્રમ ઉપરાંત આરએસસી ભાવનગરની જુદી જુદી માહિતી સભર ગેલેરીઓની મુલાકાત લઈ શકશે કે જેમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ ગેલેરી, બાયો-સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી (ફિઝિયોલોજી અને મેડિસિન)નો સમાવેશ થાય છે. નોબલ પ્રાઈઝ ગેલેરી ભાવનગરમાં આ એક અનોખી ગેલેરી છે કે જેમા 220થી વધારે વૈજ્ઞાનિકો અને એના ના કામ વિશે માહિતી આપવામાં આવે છે જેઓ એ શરીરવિજ્ઞાન અને દવા પર પોતાનું યોગદાન આપ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.