ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે મત્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ઘોઘા સરતળાવ થી જૂની જેટી રોડ અને ઘોઘા થી નવા રતનપર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.એકંદરે ઘોઘા તાલુકામાં રૂ.165 લાખના ખર્ચે વિવિધ માર્ગો બનશે.
આ ખાતમુહૂર્ત અવસરે મંત્રીએ જણાવ્યું કે 10 વર્ષ પહેલાં આ વિસ્તાર ઘણો પછાત ગણાતો હતો તેની જગ્યાએ આજે ઘોઘા રો-રો ફેરી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડો ઘોઘામાં શરૂ થઇ છે. ઘોઘામાં રાજ્ય સરકારની સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના હેઠળ ઘોઘા અને કૂડામાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય બનવાનાં છે.ઘોઘામાં આ સિવાય ધો-12 સાયન્સની શાળા પણ શરૂ થવા જઇ રહી છે.
આ અગાઉ અહીંયા આઇ.ટી.આઇ. પણ શરૂ કરવામાં આવી છે.ઘોઘામાં રૂ.40 લાખના ખર્ચે પીવાના પાણીની પણ સગવડ ઉભી કરવામાં આવી રહી છે. આમ, ઘોઘામાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ક્ષિતિજો કંડારી રહ્યું છે. લોકાર્પિત થયેલ ઘોઘા સરતળાવ થી જૂની જેટીનો 1.70 કિ.મી.નો રોડ રૂ.50 લાખના ખર્ચે અને અને ઘોઘાથી નવા રતનપર રોડનો 2.60 કિ.મી નો રોડ રૂ.115 લાખના ખર્ચે તૈયાર થશે. આમ, બંને રોડ મળી રૂ.165 લાખનો ખર્ચે થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.