તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કામદારોનો રોષ ભભુક્યો અને થાળે પડી ગયો, કંપનીએ કોન્ટ્રાકટ બેઇઝ કામદારોને છુટા કરાતા આક્રોશ ફેલાયો

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
નિરમા કંપનીમાં શ્રમજીવીઓએ કરી તોડફોડ - Divya Bhaskar
નિરમા કંપનીમાં શ્રમજીવીઓએ કરી તોડફોડ
 • શ્રમિકોને વતન જવાનો પ્રશ્ન બન્યો પેચીદો
 • નિરમા કંપનીના કામદારોએ વતન જવાની માંગ સાથે કંપનીમાં તોડફોડ કરી
 • એકસેલ ક્રોપ કેરના કોન્ટ્રાકટ બેઇઝ કામદારોને છેલ્લા બે માસમાં પગાર ન મળતા સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો
 • નિરમા કંપનીમાં શ્રમજીવીઓએ કરી તોડફોડ
 • એક્સેલ ક્રોપના કામદારોને છુટાકરાતા રોષ

સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમીકોને વતન જવાની મંજુરી અપાતા છેલ્લા એકાદ અઠવાડીયાથી દેશના વિવીધ રાજયોમાંથી ભાવનગર આવી વસેલા પરપ્રાંતીય શ્રમિકો વતન જઇ રહયા છે. ત્યારે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ આવેલ નીરમાં કંપનીમાં કામ કરતા શ્રમીકોએ વતન જવાની માંગણી કરી સોમવારે હોબાળો મચાવ્યો હતો. અને બસમાં તોડફોડ કરી કાચ ફોડી નાખ્યા હતા.અને ક઼પનીના ગેટને તાળાબંધી કરી દીધાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મામલો થાળે પાડયો હતો.

ભાલ પંથકમાં આવેલી નિરમા કંપનીમાં કામ કરતા શ્રમીકો દ્વારા પોતાના વતન જવાની માંગ કરાતા તંત્ર દ્વારા તેઓને તેમના વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી આપી હતી.તેઓને ગત મોડી રાત્રે બસ દ્વારા ભાવનગર લાવવામાં આવ્યા હતા.અને આરોગ્ય ચકાસણી તથા વહીવટી પ્રક્રિયા બાદ તેઓને ટ્રેન કેન્સલ થઇ હોવાનુ જણાવી તેઓને કંપની ખાતે પરત લવાયા હતા.જેથી  મજુરો રોષે ભરાયા હતા.અને બસમા તોડફોડ કરી અને ક઼પનીને તાળાબંધી કરી હતી. વેળાવદર (ભાલ) પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો.

આ બનાવ અંગે નિરમા કંપનીના સિકયુરીટી ઓફિસર કમરૂલભાઇ એનુલહકકભાઇ શેખ એ આરોપીઓ રાજેશ રાજકુમાર, ગણેશ રામ કીર્તી, રાજકુમાર શ્યામ બહાદુર, નીર્મળ બાલકિશનભાઇ,દિપક બેસુપ્રસાદ, સુખદેવ જોહન, અનિલ માયાશંકર, યોગેશ અશોકકુમાર શુકલા,રવિકુમાર ફાગુપ્રસાદ સામે ભાવનગર ખાતે કંપનીના અમુક મજુરો ગોરખપુર ટ્રેન મારફત  જવાના હતા.જે ટ્રેન રદ થવાથી તેઓને પરત નીરમા કંપનીમાં લાવતા મજુરોએ નારાજ થઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ઉપરોકત નામવાળા સાથે અન્ય 50 અન્ય મજુરોના ટોળાએ કંપનીની બસ તથા સીકયુરીટી ઓફીસ અને સીસીટીવી કેમેરાને તોડફોડ કરી નુકસાન કરી ગુન્હો આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.

યુ.પી.સરકારે મનાઈ કરી હતી, કાલ માટે ટ્રાઇ શરૂ છે
ભાવનગર થી ઉત્તર પ્રદેશ પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે આજે સવારે 10 કલાકે અને સાંજે 4 કલાકે ટ્રેન ઉપડવાની હતી. વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આજે મનાઈ ફરમાવતા બંને ટ્રેન રદ કરાઇ હતી. જોકે, આવતીકાલ માટે ટ્રેન દ્વારા પરપ્રાંતીઓને મોકલવા માટેની ટ્રાય શરૂ છે.- ગૌરાંગ મકવાણા, જિલ્લા કલેકટર

એક્સેલ ક્રોપના કામદારોને છુટાકરાતા રોષ

લોકડાઉન દરમિયાન કંપનીઓ, ફેકટરીઓ બંધ રહેતા અને કોરોના મહામારીના ડરથી ભાવનગરમાં કાર્યરત નીરમા કંપનીના કામદારોએ માદરે વતન જવા માટે હોબાળો મચાવી, ક઼પનીની બસમાં તોડફોડ કરી હતી. તો એકસેલ ક્રોપ કેર કંપનીના કોન્ટ્રાકટ બેઇઝડ કામદારોએ બે માસથી પગાર ન મળ્યો હોવાનું જણાવી કંપની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.લોકડાઉન દરમિયાન વિવિધ કંપનીઓ અને ફેકટરીઓમાં કોન્ટ્રાકટ રાખી કામ કરતાં કોન્ટ્રાકટરોની હાલત કફોડી બની રહી છે. અને સાથો સાથ કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતાં મજુરોની હાલત પણ કફોડી થઇ રહી છે. ત્યારે સોમવારે ભાવનગર એકસેલ ક્રોપ કેર પ્રા.લી.માં કોન્ટ્રાક્ટરો દ્વારા બેઇઝ પર કામ કરતા મજુરોને બે માસથી પગાર ન ચુકવવા ઉપરાંત કેટલાક કામદારોને છૂટા કરી દેવાતા સોમવારે મજુરોએ એકઠા થઇ દેકારો મચાવ્યો હતો. અને કંપનીની બહાર એકઠા થઇ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એકસલ ક્રોપ કેરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 500 જેટલા કર્મચારીઓએ પોતાને બે માસથી પગાર ન ચુકવાવા ઉપરાંત મજુરોને છુટા કરી દેવાની જાણ કરાતા સોમવારે કંપની બહાર એકઠા થયા હતા. અને ભારે દેકારો મચાવ્યો હતો.આ અંગેની જાણ લેબર કમીશ્નરને થતા તેઓ કંપની ખાતે દોડી ગયા હતા.અને કંપનીના જવાબદાર અધીકારીઓ સાથે વાતચીત કરતા કંપનીને ઓથોરીટી પાવર મુંબઇ ઓફિસ ખાતે હોય તેઓએ 24 કલાકનો સમગ માંગતા લેબર કમીશ્નરે 24 કલાકમાં ઉકેલ લાવવાનુ જણાવાતા એકઠા થયેલા કામદારો વિખેરાયા હતા.

કંપનીએ 24 કલાકનો સમય માગ્યો છે
એકસલ ક્રોપ કેર કંપનીમાં જુદા જુદા 52 થી 53 કોન્ટ્રાકટ ચાલે છે.લોક ડાઉન દરમિયાન કંપની તરફથી માર્ચ માસનો પગાર ચુકવાયો છે. એપ્રીલ માસનો બાકી છે. જે માટે વાતચીત ચાલુ છે.ક઼પનીની ઓથોરાઇઝડ ઓફિસ મુ઼બઇ હોય તેઓએ 24 કલાકનો સમય માગ્યો છે. પગાર માત્ર એક માસનો જ બાકી છે. હાલ કોન્ટ્રાકટ બેઇઝ પર મોટા ભાગના ક.પરા, ખેડુતવાસ અને 50 વારીયાના મજુરો વધારે કામ કરે છે. અમે કામદારોના હિતમાંજ નીર્ણય લઇએ છીએ પણ કંપનીને પણ સમય આપવો જોઇએ. > નરેન્દ્રસીંહ ગોહિલ, શ્રધ્ધા શકિત એન્ટ્રપ્રાઇઝ,ભાવનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો