નવરાત્રિ મહોત્સવ:વન્ડરલેન્ડ સ્ટેમ કીન્ડર ગાર્ટન અને લાઈફ ઓન ફિટનેસ દ્વારા રાત્રી બીફોર નવરાત્રિનું આયોજન કરાયું

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના બાળકો અને વાલીઓ દ્વારા રાસની રમઝટ બોલાવી
  • બેસ્ટ ગરબા લેનારાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યાં

ભાવનગરમાં વન્ડરલેન્ડ સ્ટેમ કીન્ડર ગાર્ટન અને લાઈફ ઓન ફિટનેસ દ્વારા શહેરના પરિમલ ચોક પાસે આવેલા હોમ સ્કૂલના મેદાનમાં રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો અને વાલીઓ દ્વારા રાસની રમઝટ બોલાવી હતી.

રાત્રી બીફોર નવરાત્રિના એક દિવસીય આયોજનમાં શાળાના બાળકો તથા વાલીઓ, લાઈફ ઓન ફિટનેસના સભ્યો દ્વારા ઓરકેસ્ટ્રાના તાલે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જજ તરીકે આશાબેન પરીખ, નીપાબેન, હેતસ્વી સોમાણી, નિરાલીબેનએ સેવા આપી હતી, સારા ગરબા લેનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. દર વર્ષે એક દિવસીય નવરાત્રિનું આયોજન નવરાત્રી પહેલા થતું હોય છે,

જેમાં કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઇન મુજબ પાલન કરાયું હતું છેલ્લા બે વર્ષથી કોરોના કારણે તમામ ઉજવણીઓ બંધ છે ત્યારે સરકાર દ્વારા મહદંશે 400 લોકોની મર્યાદામાં સોસાયટી અને શેરીઓમાં ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે તેથી લોકોને હર્ષની લાગણી અનુભવી છે.

રાત્રી બિફોર નવરાત્રિમાં ભાવનગર મહાનગરપાલિકાના ડે. મેયર કુમારભાઈ શાહ, ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ અને મેહુલભાઈ વડોદરિયા, સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરલાબેન સોપારિયા, સલોમી ભટ્ટ, નિખિલભાઈ ભટ્ટ , પ્રણવભાઈએ સારી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...