વિશેષ:શહેરમાં રખડતા પશુઓ માટે નિ:સ્વાર્થ કામ કરતી મહિલાઓ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુટુંબ કબીલામાં વ્યસ્ત મહિલાઓ સમય કાઢી પીડીત પશુઓની સારવારને પ્રથમ પ્રાયોરિટી આપે છે

ભાવનગર શહેરમાં અનેક સમાજિક સંસ્થાઓ આવેલી છે. જેના દ્વારા સમાજને લગતા ઘણા સારા કાર્ય જેમ કે, સમાજમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી, નિરાધાર વૃધ્ધોને સહાય કરવી તથા રહેવાની સુવિધા પુરી પાડવી તેમજ ગરીબ પરિવારોની મદદ કરી તેમને બે ટાઇમનું ભોજન ભાવનગરમાં આવેલી ઘણી સામાજીક સંસ્થાઓ દ્વારા પુરુ પાડી તેમના જીવનને આગળ ધપાવવાની કામગીરી કરતી હોય છે.

તેવી જ રીતે ભાવનગર શહેરમાં પશુ, પક્ષી તથા મુંગા જાનવરો જેમ કે, કુતરા, બિલાડી, ગાય વગેરેની સેવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આજે આપણે મહિલા દિવસે તેવી મહિલાઓની વાત કરવી છે કે, આવી જ જીવદયાપ્રેમીઓ દ્વારા જે સંસ્થાઓ ચલાવવામાં આવે છે જેમાં જોડાયેલી અનેક મહિલાઓ આજના વ્યસ્ત સમયમાં પણ પોતાના કામમાંથી થોડોક સમય કાઢીને ભાવનગરની જીવદયા સંસ્થાઓમાં મહિલાઓ પોતાનું યોગદાન આપે છે ત્યારે આ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ નિ:સ્વાર્થપણે સારવાર કરે છે.

જેમ કે ખ્યાતીબેન બદાણી, ધારાબેન શાહ, દિશાનીબેન સોમાણી, હેમાબેન શાહ, લક્ષ્મીબેન જાની, હિનાબેન શાહ આ બધી જ મહિલાઓ પોતાના કુંટુંબ પરિવારજનોના વ્યસ્ત શિડ્યુઅલમાંથી પણ સમય કાઢીને પણ આવા મુંગા પશુ, પક્ષી તથા કુતરા, બિલાડીને દરરોજ સોસાયટીમાં તેમને ખવરાવે તથા સાચવણી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે પણ તાત્કાલિક દોડીને જાય છે. જ્યારે ભાવનગર શહેરના કોઇપણ ખૂંણામાંથી પશુ માંદગીથી પિડાતું હોય અને તેનો ફોન આ મહિલાઓ ઉપર જાય એટલે તરત જ તેઓ દોડીને પહોંચી જઇ તેની સારવાર માટે પહોંચી જાય છે.

હૃદય પરિવર્તન થતા માર્ગ મળ્યો
જીવદયા પ્રેમી આવા જ એક મહિલા લક્ષ્મીબેન જણાવે છે કે, પોતે રસ્તા પરથી પસાર થતા હતા તે દરમિયાન અકસ્માતમાં એક કુતરાને ગંભીર રીતે ઘાયલ જોયું હતું ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે લઇ જઇ ગંભીર રીતે ઘાયલ થયેલ કુતરાનો જીવ બચાવી લીધો હતો ત્યારથી તેનું હદય પરિવર્તન થતા આજે 20 વર્ષથી તે સતત મૂંગા પશુ, પક્ષી તથા કુતરાની સારવાર માટે અગ્રેસર રહે છે.

સોસાયટીના રહીશો દ્વારા અનેક પડકારો મળ્યા
આ મહિલાઓને સમાજમાંથી જુદા જુદા પડકારનો પણ સામનો કરવો પડે છે. આ મહિલાઓ દ્વારા કુતરાઓને ખવરાવવા માટે જાય તે દરમિયાન જે તે વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા અન્ય જગ્યાએ લઇ જઇ ખવરાવો અથવા તમારા ઘરે લઇ જાઓ તેવી બોલાચાલી કરી સમાજના અમુક લોકો આ બાબતનો વિરોધ પણ કરે છે તેવા કામગીરીમાં અનેક પડકારોનો આ મહિલાઓને સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...