તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા મહિલાઓમાં જાગૃતિ વધે તે હેતુથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે મહિલા કૃષિ દિવસ ઉજવાયો હતો.

હવે આવતી કાલ તા.7 ઓગષ્ટના રોજ મહિલા શિક્ષણ દિવસ ઉજવાશે. આ કાર્યક્રમના અનુસંધાને આજે મહિલા કૃષિ દિવસની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી હતી. તા.7 ઓગષ્ટને શુક્રવારે રોજ મહિલા શિક્ષણ દિવસ, તા.8 ઓગષ્ટના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા.9 ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.10 ઓગષ્ટના રોજ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ સહિતના દિવસોની ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...