જીતની ખુશી:ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સુકાની પદે મહિલાઓએ મેદાન માર્યું : પરિણામ માટે મતદારોમાં ભારે ઉત્સુકતા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયની આતુરતાનો આવ્યો અંત
  • મહુવા તાલુકામાં મહિલાઓ મોખરે,પાલિતાણામાં ભાજપ-કોંગ્રસનો જીતનો દાવો,રબારિકામાં માત્ર 4 મતથી સરપંચ ચૂંટાયા
  • ગામમાં કોણ ​​​​​​​બનશે સરપંચ: 10 તાલુકામાં મોડે સુધી મતગણતરી શરૂ રહી : 4142 ઉમેદાવારોનો ભાવિનો થયો ફેસલો

ભાવનગર જિલ્લામાં આજે સવારના 8 કલાકથી દસ તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો હતો જિલ્લામાં 244 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી જેમાં 4142 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થઇ ગયો છે.મતગણતરી દરમિયાન 500થી વધુ કર્મચારીઓએ ફરજ બજાવી હતી.એકંદરે 870 મતપેટીઓમાંથી સરપંચ અને વોર્ડ સભ્યપદના ઉમેદવારો ચૂંટાયા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણી કોઇ પક્ષના ચિન્હ હેઠળ લડાતી નથી છતાં ભાજપ,કોંગ્રેસ,આપ સહિતના પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જિલ્લામાં 244 ગ્રામ પંચાયતની સામાન્ય,મધ્યસત્ર,પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાવનગર,ઘોઘા,સિહોર,વલભીપુર,ઉમરાળા,પાલિતાણા,ગારિયાધાર,તળાજા,મહુવા,જેસરનો સમાવેશ થાય છે.ભાવનગર તાલુકાની મતગણતરી સીટી મામલતદાર કચેરી પાસે આવેલ વીટીસી સેન્ટર ખાતે હાથ ધરાઇ હતી.

મહુવા તાલુકામાં મહિલાઓ અગ્રેસર
મહુવા તાલુકાના ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરી 17 ટેબલ ઉપર પ્રારંભ થયેલ. મહુવા તાલુકા ગ્રામ પંચાયતની ચુંટણીમા 56 બેઠક પર 165 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવીને મેદાનમા ઉતર્યા હતા તેમા અત્યાર સુધી 56 પૈકી 32 બેઠકના પરીણામ જાહેર થયેલ છે.

જેમાં પૈકી સરપંચ પદે ચુંટાઇ આવેલાઓમાં દયાબેન નરશીભાઈ નકુમ(અખેગઢ),તુલશીભાઈ દેવશીભાઇ (અમરતવેલ), મંજુબેન વાધાભાઇ મેર(ખડસલીયા), ગગુભાઇ જોધાભાઇ બારૈયા(ઉંચાકોટડા), દયાબેન લાલજીભાઈ ગજૈરા (ડુંડાસ), ખોડાભાઈ બાલાભાઈ હડીયા(વડલી), ભરતભાઈ બાબુભાઈ ડાભી(ઉમણીયાવદર), ભાવુબા ભગીરથસીહ ગોહિલ(જાબુડા), દિવાળીબેન છગનભાઈ સીસારા(બાંભણીયા), વાલુબેન પુનાભાઈ શીયાળ(નાનીજાગધાર), દેવબાઈબેન હોથીભાઇ જાજડા(કુંભણ), ભોલાભાઈ કથડભાઈ કળસરીયા(તલગાજરડા), યશપાલસિંહ બાલુભા વાળા (તરેડી), દેવુબેન લખમણભાઇ વેગડ(બોડા-રોહિસા), કમાબેન ભગવાનભાઇ ચૌહાણ(દુધાળા નં.2), હંસાબા હનુભાઇ ગોહિલ(ગળથર), નાથીબેન ભોજાભાઇ ભાદરકા(દુદાણા), સોનાબેન મોહનભાઇ જોળીયા(ડોળીયા), ઘેનાભાઇ વેલાભાઇ મકવાણા (વાલાવાવ), રામભાઇ વેલજીભાઇ જોળીયા(દુધાળા નં.1), ઓઢાભાઇ બચુભાઇ ગોહિલ (શેત્રાણા), દયાબેન છગનભાઇ સીસારા(બાંભણીયા), બાજુબેન બાલાભાઇ ભીલ(છાપરી), લાલજીભાઇ રાજાભાઇ બાંભણીયા(તરેડ) વિજેતા જાહેર થયા હતા.મહુવા તાલુકામાં 13 જેટલી મહિલાઓએ સરપંચ તરીકે વિજેતા બનીને મહિલા સશકિતકરણનું ઉદાહરણ પુરૂ પાડયું હતું તેમાં હજુ પણ કેટલાક પરિણામ આવવાના બાકી હતા.

કંથારિયામા ભા.જ.પ. પ્રેરિત અને કાનપુરમા કોગ્રેસ પ્રેરિત સરપંચ વિજેતા
વલભીપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઇ હતી. જેમાં કંથારિયા ગામના વર્તમાન સરપંચ અને ભા.જ.પ.ના યુવા મોરચાના પ્રમુખ ભાવેશભાઈ સોલંકી પુનઃ 212 મતોની સરસાઇથી તેમના પ્રતિસ્પ્રધી કરણભાઈ ચૌહાણને હાર આપી છે. જ્યારે નવાગામ(ગા)ની સરપંચની ચુંટણીમા ત્રીપાંખીયા જંગમાં માનશંગભાઈ ચૌહાણનો 29 મતે વિજય થયો છે જયારે કાનપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 137 મતની લીડથી કોગ્રેસના વિનુભાઈ ગોબરભાઇ જમોડ વિજેતા થયા છે.

પાલિતાણામાં ભાજપનો હાથ ઉપર રહયો
પાલિતાણામાં 44 ગામની સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસનો પચાસ ટકા થી વધુ અને ભાજપનો 90 ટકા સરપંચ ભાજપના જીત્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પાલીતાણા તાલુકામાં ચુમાલિસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ અને 13 જેટલા ગામોમાં સભ્યોની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં સામાન્ય ચૂંટણી હતી એવા 12 ગામોમાં સરપંચો બિન હરીફ ચૂંટાયા હતા જેમાં સરપંચ બિનહરીફ થયા હોય પણ સભ્યોની ચૂંટણી હોય એવા ગામ મળી સાડત્રીસ ગામોમાં તારીખ ઓગણીસના રોજ મતદાન યોજાયું હતું.

જેની ગણતરી હાથ ધરાઈ હતી મતગણતરી સ્થાન પાલીતાણા હાઈસ્કૂલ ખાતે સવારથી જ ઉમેદવારોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.મોડી રાત સુધી ચાલેલી ગણતરીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ નુતનસિંહ ગોહિલ દ્વારા સરકારની કામગીરીથી સંતુષ્ટ લોકોએ 44 માંથી 40 જેટલા સરપંચ અને સભ્યો ભાજપના જીત્યા હોવાનો દાવો કર્યો છે તો સામે પક્ષે કોંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ દ્વારા લોકોએ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ સરકારની વિરોધમાં મતદાન કરી પચાસ ટકા થી વધુ એટલે કે 22 થી વધુ સરપંચો અને તેના સભ્યો કોંગ્રેસના જીત્યા હોવાનો દાવો કર્યો છે.

રબારીકા ગામે માત્ર ચાર મતથી ઉમેદવારની જીત
સિહોર તાલુકાના સણોસરા, ચોરવડલા, પીપરલા, સોનગઢ, ઢુંઢસર, નેસડા, અમરગઢ, ખાંભા, ખારી, રબારિકા, સખવદર, ધ્રુપકા અને થોરાળી ગામે પંચાયતની ચૂંટણી ગામે રસાકસીભર્યો જંગ બની રહ્યો હતો. જેમાં રબારિકા ગામે માત્ર ચાર મતની નજીવી સરસાઇથી સરપંચ પદના ઉમેદવાર રાજુભાઇ ચોહલા વિજેતા બન્યા હતા.

ઢુંઢસર ગામે કૈલાસબેન દિલીપભાઇ વઘાસિયા (960 મત), સણોસરા ગામે હીરાભાઇ મેરાભાઇ સાંબડ(1717 મત), નેસડા ગામે વનિતાબેન મહેશભાઇ ડાંગર (830 મત), ચોરવડલા ગામે બાલાભાઇ જીવાભાઇ સોલંકી (585 મત), અમરગઢ ગામે પુરીબેન બોઘાભાઇ આલ (1093 મત), ખાંભા ગામે શિલ્પાબેન ઘનશ્યામભાઇ મોરી (614 મત), સોનગઢ ગામે શિલ્પાબેન સુરેશભાઇ પરમાર (868 મત), પીપરલા ગામે ગીતાબેન માનશંગભાઇ મકવાણા (408 મત), ખારી ગામે રમેશભાઇ જીવાભાઇ કુવાડિયા (644 મત), રબારિકા ગામે રાજુભાઇ નાનુભાઇ ચોહલા (318 મત), સખવદર ગામે અજુભાઇ ભુરાભાઇ કુવાડિયા (933 મત), ધ્રુપકા ગામે હંસાબેન ખીમજીભાઇ રાઠોડ (792 મત), થોરાળી ગામે ચંપાબેન ભાવશંગભાઇ ડાભી (479 મત) વિજેતા થયેલ. જયારે કાટોડિયા ગામે માત્ર એક વોર્ડની જ ચૂંટણી હતી. જેમાં રાજભા ગોહિલ વિજેતા થયેલ.

જેસર તાલુકામાં સાવ નજીવી સરસાઇથી ઉમેદવારો વિજેતા બન્યા
જેસર તાલુકાની 20 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચોનું આજે ભાવિ ખૂલ્યુ હતું હતું જેમાં મતદાતાઓએ મત આપી અને પોતાના ગામનું પાંચ વર્ષનું ભવિષ્ય સરપંચને સોપ્યું હતું જેમાં કોટામોઈ મુક્તાબેન ધીરુભાઈ કુંભાણી16 મતની લીડથી વિજેતા, કરજાળા કાબાભાઇ નારણભાઈ સોલંકી,101 મતની લીડથી વિજેતા, પીપરડી ભાભાભાઈ સામતભાઈ ભમ્મર 02 મતની લીડથી વિજેતા,ડુંગરપર ભાનુબા બાબુભાઈ ગોહિલ 24 મતની લીડથી વિજેતા,જૂની કાત્રોડી હર્ષાબા ધર્મેન્દ્રસિંહ સરવૈયા 407 મતની લીડથી વિજેતા,બીલા પેટા ચૂંટણી બાલાભાઈ ખોડાભાઈ કામળિયા 11 મતની લીડથી વિજેતા ટોળ સલડી હરસુરભાઈ લોમાભાઈ આપા,41 મતની લીડથી વિજેતા, શાંતિનગર રસિકભાઈ મનુભાઈ રાખોલીયા,95 મતની લીડથી વિજેતા, જુનાપાદર અંતુબા મેરભાઈ ગોહિલ 84 મતની લીડથી વિજેતા, હીપાવડલી દડનાબેન પરેશભાઈ કંટારીયા 80 મતની લીડથી વિજેતા,11 કોબડીયા અતુલભાઈ ઓધાભાઈ મકવાણા,14 મતની લીડથી વિજેતા,રાણીગામ ભરતભાઈ ખોડાભાઈ ગોહિલ 124 મતની લીડથી વિજેતા,બેડા રૂપલબેન કનુભાઈ મકવાણા,77 મતની લીડથી વિજેતા, વિરપુર ચોક નારુભાઈ ગોબરભાઇ વાળા 73 મતની લીડથી વિજેતા, ઝડકલા વિહાઆતા લાખાઆતા કામળિયા 250 મતની લીડથી વિજેતા, ભાણવડીયા પાર્વતીબેન હરજીભાઈ ચૌહાણ 109 મત ની લીડથી વિજેતા,17 માતલપર ભરતભાઈ ભીખુભાઈ ભાલીયા,23 મતની લીડથી વિજેતા, છાપરીયાળી ગ્રામ પંચાયત કૈલાસબેન જીતુભાઈ સોલંકી 175 મતની લીડથી વિજેતા,19 ઉગલવાણ ગોબરભાઇ મથુરભાઈ હડિયા 17 મતની લીડથી વિજેતા અને 20 જેસર અનસોયાબા જયેન્દ્રસિંહ સરવૈયા 1605 મતની લીડથી વિજેતા થયા હતા.જેસર ગામ પંચાયતની ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી.


અન્ય સમાચારો પણ છે...