​​​​​​​માથામાં ઈજાઓ થતા મોત:ભાવનગરના ઘોઘાના સાણોદર ગામ નજીક અકસ્માતમાં મહિલાનું મોત

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દંપતી વતનમાં વાસ્તુ પ્રસંગમાં જઈ રહ્યાં હતા
  • માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભાવનગરથી પોતાના વતન તરસરા ગામે વાસ્તુ પ્રસંગમાં જઈ રહેલા દંપતીને કાર ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નિનું મોત નિપજ્યું હતું. આ અંગે કાર ચાલક વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના ટોપ થ્રી સર્કલ પાછળ શ્રી નાથ રેસિડેન્સી પ્લોટમાં રહેતા નિવૃ્ત્ત શિક્ષક ભાનુશંકરભાઈ મોહનલાલ જાની અને તેમના પત્નિ જયાબેન ભાનુશંકરભાઈ જાની પોતાના વતન તળાજા તાલુકાના તરસરા ગામે વાસ્તુના પ્રસંગમાં બાઈલ લઈને જઈ રહ્યાં હતા.

સવારે 9 વાગ્યાના અરસામાં સાણોદર ગામ આગળ નાયરા પેટ્રોલપંપની સામે પાછળથી આ‌વી રહેલી કારે તેમની બાઈકને ટલ્લો મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં જયાબેન ભાનુશંકરભાઈ જાની (ઉ.વ.57)ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ભાનુશંકરભાઈને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થયો હતો પણ સ્થાનિક લોકોએ કાર નંબર નોંધી લીધો હતો. આ અંગે ભાનુશંકરભાઈ જાનીએ ઘોઘા પોલીસ મથકમાં ઉક્ત જીજે-10-ડીઈ-6202ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...