કાર્યવાહી:લોક મેળાવડામાંથી મહિલાઓના પર્સમાંથી ચોરી કરતી મહિલા ઝડપાઈ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગારિયાધારમાં મહિલાના પર્સમાંથી ચોરી કરી હતી
  • વાલમરામબાપાની શોભાયાત્રામાં મહિલાના પર્સમાંથી સોનું અને રોકડ રકમ સેરવી હતી

લોક મેળાવડાઓમાં મહિલાઓના પર્સમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનારી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે ગારિયાધાર પોલીસે 1 મહિલાને ઝડપી પાડી છે. ગારિયાધાર શહેરમાં આજે વાલમરામ બાપાની પુણ્ય તિથી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં એક 40 થી 45 વર્ષની મહિલાના પર્સમાં રહેલ રોકડ રૂ. 8,500 તથા સોનાનું ઓમકાર અને શોભાયાત્રમાં અન્ય પાસેથી રોકડ રૂ. 7,400 મળી કુલ રૂ. 20,900ના મુદ્દામાલની ચોરી થઈ હતી.

જે અંગે માલતીબેન અશોકભાઈ ઝાલા(રહે. ગારિયાધાર)એ અજાણ્યી મહિલા વિરૂદ્ધ ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં ગારિયાધાર પીએસઆઈ ધ્રાંગુને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી મહિલા હીરૂબેન ગુમાનભાઈ પરમાર (રહે. જાંબાળી રોડ, પાલિતાણા મુળ રહે.ગુંદાળા, તા. સિહોર)ને ઝડપી પુછપરછ કરતા તેમણે આ ગુન્હાની કબુલાત આપી હતી. પોલીસે મહિલા પાસેથી કુલ રૂ. 20,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને આ મહિલા લોકમેળામાં જઈ બાળકો અને મહિલાઓની નજર ચુકવી ચોરી કરવાની એમઓ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...