તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કોરોના ટેસ્ટ માટે રેપિડ ટેસ્ટની કીટ ખુટી પડતા લોકોને પડેલી હાલાકી

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે એક જ દિવસમાં બે હજાર જેટલા ટેસ્ટ
 • મોટાભાગના કેન્દ્રો પર રેપિડ ટેસ્ટ માટે લાઈનો લાગી

ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે સામે પ્રજામાં પણ રેપિડ ટેસ્ટ માટે જાગૃતિ આવતા ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી હતી. શનિવારે અને સોમવારે પણ ઘણા કેન્દ્રો પર રેપિડ ટેસ્ટની કીટ ખૂટી ગઈ હતી. ગઈ કાલે એક જ દિવસમાં 2000 જેટલા રેપિડ ટેસ્ટ કરાયા હતા. રેપિડ ટેસ્ટની કીટ ખૂટી પડતાં લોકો હેરાન થયા હતા. જોકે, આજે અન્ય જિલ્લાની રિઝર્વ કિટ મંગાવી તમામ કેન્દ્રો પર ફાળવી હતી. ભાવનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે.

રોજેરોજ કોરોના પોઝિટિવના નવા નવા રેકોર્ડ નોંધાતા જાય છે. પરંતુ કોરોનાના હાઉ સાથે પ્રજામાં પણ કોરોનાની તકેદારીમાં નહીં પરંતુ કોરોના ટેસ્ટમાં ચોક્કસ જાગૃતિ આવી છે. પહેલા લોકો કોરોના ટેસ્ટ માટે ડરતા હતાં. અને હાલમાં ટેસ્ટ માટે લાંબી લાઇનો લાગી રહી છે. ભાવનગર શહેરમાં જુદા જુદા 44 સ્થળો પર કોરોના માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના સેન્ટરમાં રેપિડ ટેસ્ટ માટે ધસારો જોવા મળે છે. ગઈકાલે સોમવારે તો મોટાભાગના કેન્દ્રો પર રેપિડ ટેસ્ટ કરવાની કીટ પણ ખુટી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો