આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસતંત્રએ કમર કસી હોય તેમ આજે પણ એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્ટાફે રાજકોટ હાઈવે પર સોડવદરા ગામ તરફ જવાના રસ્તે નવાગામ (ચીરોડા)ની સીમમાંથી આયશર તથા બોલેરોમાંથી વિદેશી દારૂની 338 પેટીમાંથી કુલ 4056 બોટલો તથા છુટક બોટલો નં.148 મળી કુલ રૂા.15,76,500ની કિંમતની 4204 નંગ બોટલો સાથે દિગ્પાલ ઉર્ફે કુમાર મહાવીરસિંહ ગોહિલ (રહે.વરતેજ દરબારગઢ), અલ્તાફ ઐયુબભાઈ ખલીફા (રહે.વરતેજ, ઘાંચીવાડ), રીયાઝ સલીમભાઈ માંડવીયા (વરતેજ), શરદ પાંચાભાઈ ખાખડીયા (કમળેજ), જાકીર ખલીફા, અમીન ખલીફા (રહે.આખલોલ), દિનેશ કોળી (વરતેજ), જગો ભરવાડ (વરતેજ), ભોલો ભરવાડ (વરતેજ), અને ભગત કોળી (વરતેજ)ની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નાસી છૂટેલ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. જાદવ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.