• Home
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • With the return of laborers, the condition of Bhavena's rolling mills has become dire. There are about 60 rolling mills in Shihor city.

લોકડાઉન ઇફેક્ટ / મજુરોની વતન વાપસીથી ભાવેણાની રોલિંગ મિલોની હાલત કફોડી બની, શિહોર શહેરમાંજ 60 જેટલી રોલિંગ મિલો આવેલ છે

With the return of laborers, the condition of Bhavena's rolling mills has become dire. There are about 60 rolling mills in Shihor city.
X
With the return of laborers, the condition of Bhavena's rolling mills has become dire. There are about 60 rolling mills in Shihor city.

  • ભાવનગર જિલ્લામાં કાર્યરત 80 મિલોમાંથી શ્રમજીવીઓના અભાવે હાલ માત્ર 20 મિલો ચાલુ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર. હાલ ચાલી રહેલ કોરોના વાયરસના સંક્રમણને લઇને દેશભરમાં લોકડાઉનનો સમયો વધારી લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવેલ છે.જેથી ભાવનગર જિલ્લામાં આવેલી મોટા ભાગની રોલિંગમિલો તેમજ ફર્નેશ મિલોમાં કામ કરતા પરપ્રાંતીય મજુરો પોતાના વતન પરત ફરી રહયા છે.જેથી રોલિંગ્ મિલોની હાલત કફોડી બની રહી છે. ભાવનગર જિલ્લામાં કુલ 80 જેટલી રોલંગ મીલો આવેલ છે. તેમા઼થી માત્ર શિહોર શહેરમાંજ 60 જેટલી રોલિંગ મિલો તેમજ 40 જેટલી ફર્નેશ મિલો આવેલ છે. તેમાંથી હાલ માત્ર 20 મિલોમાંજ કામગીરી ચાલી રહી છે.
પોતાના વતન પરત જવા માંગ કરી રહયા છે
જિલ્લામાં કાર્યરત રોલિંગ મિલોમાં અંદાજીત 5000 જેટલા પરપ્રાંતીય મજૂરો સંકળાયેલા છે. રોલિંગ્ મિલોના માલીકના જણાવ્યા પ્રમાણે દરેક મિલોમાં 100 ટકાં મજૂરો હોય તો જ મિલ ચલાવી શકાય છે. જયારે કે હાલ 20-25 ટકાં મજૂરો માંડ રહયા છે. જેથી મિલોની હાલત કફોડી બની ગઇ છે.ભાવનગરની રોલિંગ મિલોમાં હાલ માત્ર 25 ટકાં જેટલા મજૂરો રહ્યા છે. તે પણ પોતાના વતન પરત જવા માંગ કરી રહયા છે.હાલ લોકડાઉનમાં કટલાક નિયમોને આધીન છૂટછાટ મળતા ઉધોગકારો દ્વારા રોલિંગ મિલો ચાલુ કરવાની મથામણ  કરવામાં આવી રહી છે.એવામાં જો બાકી રહેલા મજૂરો પણ વતન પાછા ફરશે તો રોલિંગ્ ઉધોગને મોટા નુકશાની વેઠવાનો વારો આવશે.ત્યારે રોલિંગ મીલ એસોશીએશન દ્વારા સરકાર પાસે માંગ કરવામા઼ આવી રહી છે કે સરકાર દ્વારા રોલિંગ ઉધોગોમાં કામગીરીની શરુઆત કરવામાં આવી છે. ત્યારે કોઇ પેકેજની જાહેરાત કરવામાં આવે જેથી કફોડી બની રહેલી રોલિંગ મિલ ઉદ્યોગોની હાલત સધારી શકાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી