પ્રકાશ પર્વની ઉજવણી:વિક્રમસંવંત 2078ના અંતિમ દિવસ સાથે આજે દિપોત્સવ પર્વની બજારમાં માનવ મહેરામણ ઉમટયું

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે ઘરે દીવડાઓ પ્રગડાવી પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ

અમાસના અંધકાર ત્યજીને પરમ તેજોમય પ્રકાશ તરફ લઈ જતાં સમય સાથે વિર વિક્રમસંવંત 2078નો આજે અંતિમ દિવસ છે બજારમાં વિવિધ વસ્તુઓ ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને બજારમાં સાથે રોશની પણ જોવા લોકો ઉમટ્યા હતા.

હિંન્દુ વર્ષનો અંતિમ માસ એટલે આસો માસના વદ પક્ષે અમાસના રોજ વર્ષો જૂની આદી પરંપરા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવ છે, ગૃહે ગૃહે દિવડાઓ પ્રગટાવી આબાલવૃદ્ધ સૌવ કોઈ આતશબાજીના અવસર સાથે વિર વિક્રમસંવંત 2079 ને વધાવવા તત્પર બન્યાં છે. ભાવનગર શહેર-જિલ્લામાં દિવસોથી ચાલી રહેલી દિપોત્સવ પર્વ શ્રૃંખલાની તૈયારીઓ લોકોએ પૂર્ણ કરી છે.

ભાવનગર શહેરમાં દિવાળી પર્વ અન્વયે અંતિમ ઘડી સુધી વિવિધ વસ્તુઓ સાથે ફટાકડા ખરીદવાનો વણથંભ્યો માહોલ યથાવત જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...