વિવાદ:ચૂંટણી નજીક આવતા કોંગ્રેસને સંગઠન સાંભર્યું, નિમણૂંકમાં વિવાદ થતાં અધુરૂં

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીઓના હોદ્દાનો ઘણા કાર્યકરોએ કર્યો અસ્વીકાર
  • લાંબા સમય સુધી સંગઠનની રચના વગર ગાડુ ગબડાવતા હતાં : રાજકીય ગરમાવો, આંતરિક વિખવાદ બહાર આવ્યો

ભાવનગર શહેર અને જિલ્લા કક્ષાએ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા નબળી પુરવાર થઈ હોય તેવો પ્રજામાં જ રોષ છે ત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી તો શહેર કોંગ્રેસ દ્વારા પોતાનું સંગઠન જ બનાવી શકી નથી અને હવે ચુંટણી આવતા રહી રહીને સંગઠનની રચના કરવા લાગ્યા હોય. પરંતુ તેમાં પણ હોદ્દાને લઈ ડખ્ખા થતાં સંગઠનની રચના અધુરી રહી ગઈ છે.કોંગ્રેસમાં છેલ્લા ઘણાં વર્ષોથી સંગઠન બાબતમાં નિષ્ક્રિયતા સાથે ચેતનવંતાનો પણ અભાવ જોવા મળે છે. સંગઠનના માળખા વગર રાજકીય પક્ષ માત્ર નામનો જ રહી જાય છે.

શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ એક વર્ષ કાર્યકારી બનાવ્યા બાદ એક વર્ષ પહેલા જ કાયમી નિમણૂંક કરાઈ છે. પરંતુ પ્રદેશમાં પણ સંગઠનના ઠેકાણા ન હતાં જેથી સ્થાનિક કક્ષાએ પણ ધ્યાન કેન્દ્રિત નહીં કરાતા સંગઠન વગર માત્ર કાર્યકરોથી ગાડુ ગબડતુ હતું. પરંતુ થોડા સમય પૂર્વે જ પ્રદેશ કોંગ્રેસની યોજાયેલી ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખે ભાવનગર શહેરમાં સંગઠનની રચના તાત્કાલિક કરવા સુચના આપી હતી. જેથી બે દિવસ પૂર્વે જ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સંગઠનની રચના શરૂ કરી છે.

સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી, કાર્યાલય મંત્રી અને ખજાનચી સહિતના હોદ્દા હોય છે. પરંતુ ઉપપ્રમુખ અને મહામંત્રીની તો નિમણૂંક કરાય છે. પરંતુ સંગઠન, સહ અને મંત્રીની નિમણૂંકમાં વિવાદ અને નારાજગી ઉભી થઈ છે.\n ઘણાં કાર્યકરોને હોદ્દા પસંદ ના હતાં અને ઘણાંને હોદ્દો જોતો જ ના હતો. જેને કારણે સંગઠનની રચના પૂર્ણ થઇ જ ના શકી. નારાજ કાર્યકરોને મનામણા શરૂ થયા છે.

અન્ય સમાચારો પણ છે...