તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાએ દસ્તક દિધી:ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં તળાજા, અલંગ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • વરસાદે દિવસો બાદ જિલ્લામાં હાજરી નોંધાવતા ખેડૂતોને હૈયે હાશકારો

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી વાદળ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ભાવનગરમાં શહેરમાં આજે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે ઢળતી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરમાં તોઉ-તે વાવઝોડાના એક મહિના બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અને રોડ પર પાણી ફરી વળ્યાં છે.

મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો

ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ગુમ થયેલા વરસાદે દિવસો બાદ જિલ્લામાં હાજરી નોંધાવતા ખેડૂતોને હૈયે હાશકારો થયો છે. પંદરથી વીસ દિવસનાં લાંબા અંતરાલ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી દસ્તક દિધી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તળાજાના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

સાંજે મેઘરાજાએ ભાવનગર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી

તો બીજી તરફ મહુવા તાલુકાના દરિયા કિનારે આવેલા ગામોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાઓ વરસી રહ્યાં હોવાના વાવડ મળી રહ્યાં છે. જિલ્લામાં વરસાદનું આગમન થતાં શહેરીજનોને પણ વરસાદની આશાઓ બંધાઈ છે. બપોરના સુમારે શહેરના પ્રવેશદ્વાર ના કેટલાક વિસ્તારોમાં હળવું ઝાપટું વરસ્યું હતું. અને ઢળતી સાંજે મેઘરાજાએ ભાવનગર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...