કાળાનાળા, ભાવનગર ખાતે સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં અંગદાન - મહાદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દિલીપદાદા) હસ્તે અંગદાતા પરિવારનો સન્માન અને ગોષ્ઠિ યોજાઇ હતી. તાજેતરમાં છેલ્લા 6 માસમાં ભરતનગરમાં રહેતા અશોકભાઈ મારુ (61 વર્ષ, બેન્ક નિવૃત્ત કર્મચારી)નું બ્રેઇનડેડથી અવસાન થયેલું તેના પુત્ર મેહુલભાઈ મારુ, ઘોઘા તાલુકાના હોઇદડ ગામના જીકુબેનનું પણ બ્રેઇનડેડથી અવસાન પામેલ તેના પતિ ભોળાભાઈ, પુત્ર કાનાભાઈ તથા સર્વેનું દિલીપદાદાના હસ્તે સન્માન કરેલ તથા ગોષ્ઠિ કરેલ જેમાં આ પ્રેરણાદાયી કર્તવ્યને બિરદાવામાં આવ્યું હતુ.
હિમાંશુભાઈ વોરા(એડવોકેટ) પોતાના પુત્ર માનવના બ્રેઇનડેડથી અવસાન થતા તેના અંગોનું દાન કરેલ તેની વાત કહી હતી. તે સમયે ઉપસ્થિત સૌની આંખો ભીંજાઈ ગઈ હતી. કાળાનાળા, ભાવનગર ખાતે સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં કેન્સર, કાન-નાક-ગળા, ઇન્ટરનલ મેડિસિન, દાંત ચિકિત્સા વિગેરેની વિશિષ્ટ સેવાઓના પ્રારંભ અંગદાન-મહાદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દિલીપદાદા) તથા પૂ. “વિદ્યાબાના” હસ્તે રાખવામા આવેલ આ પ્રસંગે સિદ્ધિવિનાયક ફાઉન્ડેશનના જતિનભાઈ ઓઝા દ્વારા તબીબો, સામાજિક આગેવાનો, અંગદાન કરનાર પરિવારોનું સન્માન તથા ગોષ્ઠિ કાર્યક્રમ રાખ્યો હતો.
જેમાં ભાવનગરના ડો.કાબરીયા, ડો.કાનાણી, ડો.પટવારી, ડો.જે. વી શુક્લા, ડો. જગદીશ ભટ્ટ, ડો.દેવાંગ દેસાઈ, મેડિકલ કોલેજના ડો. મહેતા, શહેર ભાજપ પ્રમુખ ડો.રાજીવ પંડ્યા, સામાજિક આગેવાનો, કાર્યકરો, જિલ્લાના અશોકભાઈ ઉલવા, ડો.રાજીવ ઓઝા વિગેરે હાજર રહ્યાં હતા.
આ સમાજ ઉપયોગી કાર્યમાં ખૂબ જ જનજાગૃતિ આવે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કાર્યોમાં કરવા ઉપસ્થિત સૌએ ખાતરી આપી હતી. અંગદાન કરનાર પરિવારજનોએ અંગદાન કર્યા અંગે સંતોષ તથા મૃત્યુ પામનાર વ્યક્તિ સદાય જિવંત રહેવાનો તેઓ અહેસાસ અનુભવાય છે તેવી લાગણીસભર વાત કરી હતી. અંતમાં જતીનભાઈ ઓઝાએ સૌનો આભાર વ્યક્ત કરી સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટરમાં કોઈપણ મેડિકલ તથા સમાજ કાર્ય માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.