ઉમદા કામગીરી:ભાવનગરમાં નિવૃત્તિનો અગિયાર માસ બાકી છે છતાં વીજકર્મીએ તળાવમાં તરીને જીવના જોખમે ગામમાં વીજ પ્રવાહ શરૂ કર્યો

ભાવનગર8 મહિનો પહેલા
  • ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ભાવનગર જિલ્લાના શિહોર રૂરલ લાઈનના લાઈન ઈન્સ્પેક્ટર નિમાવતે પૂરું પાડ્યું

શિહોર તાલુકાના ટાણા ગામમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. સંબંધિત કંપનીએ સત્વરે તેને પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી. પરંતુ લાઈનમાં આવતા એક થાંભલા પરનો વાયર ઠીક કરવો જરૂરી હતો. પણ એ થંભલો તળાવની વચોવચ હોઈ આસપાસ પાણી ભરાયેલું હતું. જેમાં નિવૃત્તિનો 11 માસ બાકી છતા ગામમાં વીજળી શરુ કરવા કર્મચારી તળાવમાં તરીને જીવના જોખમે વીજ પ્રવાહ શરૂ કર્યો હતો.

થંભલો તળાવની વચોવચ હોઈ આસપાસ પાણી ભરાયેલું હતું
ભાવનગર જિલ્લાના શિહોર વિસ્તારના ટાણા ગામમા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલા વિનાશ પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન હવે ખુબ ઝડપથી થાળે પડી રહ્યું છે. પણ આ જનજીવન પૂર્વવત કરવા અનેક કર્મચારીઓની ફરજનિષ્ઠા પણ બહુ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે. આ ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે ભાવનગર જિલ્લાના શિહોર રૂરલ લાઈનના લાઈન ઈન્સ્પેક્ટર નિમાવતે પૂરું પાડ્યું છે.

એક પળનો પણ વિલંબ કર્યા વિના તરીને થાંભલા સુધી પહોંચ્યા
શિહોર તાલુકાના ટાણા ગામમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. સંબંધિત કંપનીએ સત્વરે તેને પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી. પરંતુ લાઈનમાં આવતા એક થાંભલા પરનો વાયર ઠીક કરવો જરૂરી હતો. પણ એ થંભલો તળાવની વચોવચ હોઈ આસપાસ પાણી ભરાયેલુ હોઇ થાંભલા સુધી તાત્કાલિક પહોંચવા માટે જાતે તરીને જવા સિવાય કોઈ વિકલ્પ નહતો. જો અન્ય સાધન સુવિધાની રાહ જોવાય તો ગામમાં તથા તેના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પૂરવઠો પુન:કાર્યાન્વિત કરવામાં મોડુ થાય તેમ હતું. સામાન્ય રીતે વીજ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની સુરક્ષા માટે વીજ કંપની અને રાજ્ય સરકાર તમામ સુરક્ષાત્મક સાધનો ઉપયોગમાં લેતી જ હોય છે. લાઈન ઈન્સપેક્ટર નિમાવત એક પળનો પણ વિલંબ કર્યા વિના તરીને થાંભલા સુધી પહોંચ્યા અને થાંભલ પર ચઢીને કરવાપાત્ર કામગીરી પુર્ણ કરી હતી.

નિમાવત આવતા માસે જ વય નિવૃત્ત થવાના છે
એ વિસ્તારના ઈજનેર કહે છે કે,‘વીજળીએ વિકાસનો મુળ મંત્ર છે, એટલું જ નહી પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ તેનું આગવું મહત્વ છે. વીજળી વિના આપણા જીવનમાં પણ અંધારુ છે. ત્યારે કોઈ પણ કુદરતી આપત્તિ સમયે વીજળી પુરવઠો ન ખોરવાય તથા જો ખોરવાય તો તેને ઝડપથી પૂર્વવત કરવામાં અમે સહેજ પણ વિલંબ નથી કરતા. ટાણા ગામમાં પણ આ કામગીરી માટે અમારે કેટલાક સુરક્ષાત્મક સાધનોની જરૂરિયાત હતી. પરંતુ નિમાવતે કોઈની પણ રાહ જોયા વિના જાતે જ તરીને પાણીની વચોવચ રહેલા થાંભલા પર પહોંચીને સમારકામની કામગીરી કરી તે ખરેખર પ્રશંસનીય છે. સામાન્ય રીતે વીજળી અને પાણી એક બીજાના દુશ્મન લેખાય છે. સહેજપણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. નિમાવત આવતા માસે જ વય નિવૃત્ત થવાના છે. નિવૃત્તિનો એક માસ બાકી છે છતા તેમની વીજળી વેગે કામ કરવાની તત્પરતા ખરેખર કાબિલેદાદ છે.

હું 42 ફુટનો લોખંડનો થાંભલો પણ ચડી જાઉં છુ

સિહોર રૂરલ લાઈન ઇન્સ્પેક્ટર ઈશ્વરદાસ મયારામ નિમાવતએ જણાવ્યું હતું કે મારી સર્વિસ ને 11 મહિના બાકી છે. હાલ અત્યારે મારી સર્વિસને 30 વર્ષ જેવા સમય થયો છે. જેમાં 28 વર્ષ ગારીયાધારમાં અને 2 વર્ષ સિહોર રૂરલ પીજીવીસીએલમાં થવા આવ્યા છે. હજી કામ કરવાની તમન્ના ખૂબ જ છે. હું 42 ફુટનો લોખંડનો થાંભલો પણ ચડી જાઉં છુ. હજુ સુધી મને કોઇ તકલીફ પડતી નથી. અમારા સ્ટાફ ભાઈઓના સાથ અને સહકાર ખૂબ જ સારો મળે છે. એટલે જ આવા કામ કરવાની મને હિંમત મળે છે.

અન્ય સમાચારો પણ છે...