સુવિધા છીનવાઇ:એક લાખથી વધુ વસતિના પ્રમાણમાં મહુવામાં માત્ર એક જ પોસ્ટની સુવિધા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક પછી એક એમ ત્રણ બંધ થઇ; હવે માત્ર એક જ
  • તબક્કાવાર બંધ કરી પોસ્ટલ સેવા વધારવાના બદલે ઘટાડતા લોકોમાં રોષ

મહુવાની એક લાખ ઉપરાંતની વસ્તી 10 ચો.કી.મી.ના વિસ્તારમાં વસવાટ કરે છે. સોસાયટીના વિકાસ પામેલા વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસની માંગ હોવા છતા શહેરની અન્ય 3 પોસ્ટ ઓફિસો તબક્કાવાર બંધ કરી પોસ્ટલ સેવા વધારવાના બદલે ઘટાડતા લોકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે.હાલ મહુવામાં એક માત્ર પોસ્ટ ઓફિસ વાસીતળાવ જે.પી.પારેખ હાઇસ્કુલના ઢાળમાં કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે કાર્યરત રહેવા પામી છે જેથી સીનીયર સીટીઝન અને વિધવા બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે. મહુવામાં અગાઉ ગાંધીબાગ, વાસીતળાવ, બજાર અને નવા ઝાપા ગોપનાથ મંદિર પાસે પોસ્ટ ઓફિસ કાર્યરત હતી.

જેથી લોકોને ચાર સ્થળોએ લોકોને પોસ્ટલ સેવાનો લાભ મળતો હતો. પોસ્ટ વિભાગે મહુવાનો વિસ્તાર અને વસ્તી વધી તેમ પોસ્ટલ સેવાનો વિસ્તાર વધારવાના બદલે ઘટાડતા આજે મહુવામાં માત્ર એક જ મુખ્ય પોસ્ટ ઓફિસ કાર્યરત છે. તેમાં પણ સ્ટાફના અભાવે લોકોના કામ થતા નથી. મહુવા શહેરમાં 4 પોસ્ટ ઓફીસ હતી જેની 1 પોસ્ટ ઓફીસ થતા નગરજનોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે પરંતું કોઇ અસરકારક આંદોલનના અભાવે જનતાના અવાજને કોઇ સાંભળતું નથી. મુખ્ય પોસ્ટ ઓફિસમાં માત્ર મહુવાના લોકોનુ નહી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ અને પોસ્ટ સેવા આપતા કર્મચારીઓના કામો પણ આવતા હોય છે.

અપુરતા સ્ટાફથી કથળતી જતી સેવા
મહુવાના લોકોને ઉત્તમ પોસ્ટલ સુવિદ્યા, પોસ્ટલ સેવિંગ બેંકીંગ સુવિદ્યા, નાની બચત યોજના સહિતની અન્ય સેવા જેવી કે પાસપોર્ટ, સોનાના સિક્કાનુ વેચાણ, ટેલીફોન બીલ, આધારકાર્ડ વગેરે યોગ્ય રીતે નજીકમાં સરળતા થી પ્રાપ્ત થાય તે માટે મહુવાના સોસાયટી વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારમાં અન્ય 3 પોસ્ટ ઓફિસ શરૂ કરવા નગરજનોમાં માંગ ઉભી થવા પામી છે. મહુવાનું 6 પોસ્ટમેનનું સેટઅપ છે. જેની જગ્યાએ 5 પોસ્ટમેન કાર્યરત છે. પોસ્ટ ઓફીસમાં 11 કલાર્કની જગ્યા સામે 4-5 કલાર્ક હોય પોસ્ટ ઓફીસના તમામ કામો ખોરંભે પડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...