વિજેતાનુ સન્માન:સ્વચ્છ ભાવનગર અંતર્ગત યોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગર પાલિકાના સફાઇ સૈનિકોને પણ બિરદાવવામાં આવ્યા
  • સોસાયટી, હોસ્પિટલ, શાળા, હોટેલ સહિતની કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાનુ સન્માન

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આગામી સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જન જાગૃતિ કેળવાય તે હેતુથી યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણીની ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો જેમાં વિજેતા રહેલા એકમો અને સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આ અવસરે મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે શહેરીજનોની જાગૃતિ અને સહકાર પણ પૂરતો આવશ્યક છે જ્યારે મેયરે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને તેના વિકલ્પો અને અમલમાં લાવવા શહેરીજનોને અનુરોધ કર્યો હતો.

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રહેણાંકી એકમોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે માધવબાગ સોસાયટી નંબર 1, દ્વિતીય ક્રમે નાલંદા ટેનામેન્ટ, તૃતીય ક્રમે માનસ દર્શન બંગ્લોઝ, હોટેલોમાં બિગ યુનિટમાં પ્રથમ ક્રમે ઈસ્કોન હોટલ, બીજા ક્રમે ન્યૂ સિટી પોઇન્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ અને રોક્સ એન્ડ લૉગ રેસ્ટોરન્ટ, તૃતિય ક્રમે શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ, હોટેલોમાં સ્મોલ યુનિટમાં પ્રથમ ક્રમે પીઝા સ્ટોરી અને લા પિનોઝ પીઝા, બીજા ક્રમે સાઈનાથ રેસ્ટોરન્ટ, ત્રીજા ક્રમે ક્રેશ ઇટેબલ, વાણિજ્ય ગામોમાં પ્રથમ ક્રમે રેનાઇસન્સ ગ્લોબલ લીમીટેડ, દ્વિતીય ક્રમે પ્રયોશા સુપરમાર્કેટ, તૃતીય ક્રમે હિમાલય મોલ, સરકારી કચેરીઓમાં પ્રથમ ક્રમે એલ.આઇ.સી નિલમબાગ, બીજા ક્રમે sbi ભગવતી સર્કલ અને sbi રીંગરોડ, તૃતિય ક્રમે એસબીઆઇ કુંભારવાડા, હોસ્પિટલમાં પ્રથમ ક્રમે hcg અને બજરંગદાસ બાપા આરોગ્ય ધામ અને સિટી ડેન્ટલ હોસ્પિટલ, દ્વિતીય ક્રમે શિવાલિક આરોગ્યધામ અને સદવિચાર જનરલ હોસ્પિટલ તેમજ તૃતિય ક્રમે સહજ ગેસ્ટ્રો કેર હોસ્પિટલ અને જીવનદીપ હોસ્પિટલ, શાળાકીય એકમોમાં પ્રથમ ક્રમે સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કુલ, બીજા ક્રમે મહેંદી મહિલા સ્કૂલ અને તૃતિય ક્રમે જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાલયને જાહેર કરી સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બોર્ડ વિસ્તારમાં સફાઇને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતા કુલ 13 સફાઈ સૈનિકો તેમજ ડ્રેનેજ વિભાગના 10 સફાઈ સૈનિકોને મેયર ડેપ્યુટી મેયર, કમિશનર વિગેરેના હસ્તે ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયા હતા જેમાં વોલ પેઈન્ટિંગ માટે 175 સ્પર્ધકો, શોર્ટ મુવી માટે 26 સ્પર્ધકો, પોસ્ટર ડ્રોઈંગ માં પણ 26 સ્પર્ધકો, મ્યૂરલ્સ અને સોગન માટે પણ 26-26 સ્પર્ધકો શેરી નાટક માટે સાત ગ્રુપમાં 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વોલ પેઈન્ટિંગ માં છ શોર્ટ મુવીમાં પાંચ પોસ્ટર ડ્રોઈંગમાં ચાર અને શેરી નાટક માટે પણ ત્રણ ગ્રુપ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...