બાસ્કેટબોલ સ્પર્ધા:મેન્સમાં ઇન્ડિયન નેવી અને વિમેન્સમાં દિલ્હીની ટીમ વિજેતા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર ખાતે નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધા સંપન્ન
  • તમામ ગ્રુપમાં ભાવનગરની ટીમ રનર્સઅપ બની

ભાવનગર ખાતે રમાયેલી નેશનલ કક્ષાની થ્રી ઓન થ્રી બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં મેન્સ વિભાગમાં ઇન્ડિયન નેવી ની ટીમ તથા વિમેન્સ વિભાગમાં દિલ્હીની ટીમ વિજેતા બની હતી, જ્યારે અન્ડર-18 મેન્સમાં અને વિમેન્સમાં બરોડાની ટીમોએ ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. જ્યારે તમામ સ્પર્ધાઓમાં ભાવનગર ની ટીમલી રનર્સ અપ બની હતી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાસ્કેટબોલ મેદાન ખાતે રમાઈ ગયેલી રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં મેન્સ વિભાગમાં ઇન્ડિયન નેવી ની ટીમ ચેમ્પિયન જ્યારે ભાવનગર નવયુગની ટીમ રનર્સ અપ બની હતી. ભાવનગર એક ત્રીજા સ્થાને તથા હિંમતનગર ની ટીમલી ચોથા સ્થાને આવી હતી. વિમેન્સ વિભાગમાં દિલ્હીની ટીમ ચેમ્પિયન ભાવનગર રાજશ્રીની ટીમ રનર્સઅપ, ભાવનગર નિલમબાગની ટીમ ત્રીજા સ્થાને, તથા સુરતની ટીમ ચોથા સ્થાને વિજેતા બની હતી.

અંડર-18 વિભાગમાં ભાઈઓના વિભાગમાં બરોડાની ટીમ ચેમ્પિયન તથા ભાવનગર પનીલાની ટીમ રનર્સઅપ, ઉત્તરપ્રદેશની ટીમ ત્રીજા સ્થાને, અને હિંમતનગરની ટીમ ચોથા સ્થાને વિજેતા બની હતી. બહેનોના વિભાગમાં બરોડાની ટીમ ચેમ્પિયન, ભાવનગર એક્રેસિલ‌ રનર્સઅપ, ભાવનગર એમજી ટીએમેક્સ ત્રીજા સ્થાને અને ભાવનગર નવયુગ ચોથા સ્થાને વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...