સ્પર્ધા:બેડમિન્ટન સ્પર્ધાઓમાં વિજેતા જાહેર કરવામા આવ્યા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મેન્સ અને વિમેન્સની જુદી જુદી કેટેગરીની સ્પર્ધાઓની ફાઈનલમાં ખેલાયા રોમાંચક મુકાબલા

સ્વ. અશોક રાજગોર મેમોરીઝ ટ્રોફી વિજેતા છોકરાઓ 15-સિંગલ્સમાં 1 શિવાંશ પંડ્યા અને આદિત્ય અંધારિયા. 15 ડબલ્સ હેઠળ છોકરાઓ વિજેતા આદિત્ય અંધારીયા - ધર્મદીપસિંહ ચુડાસમા રનર્સ અપ -ધવલ પુરોહિત અને રુત્વા ઉપાધ્યાય. અન્ડર -15 ગર્લ્સ સિંગલ્સ વિજેતા -રાધા શાહ રનર્સ અપ -હિયા જામનુકીયા. સ્વ. રાજાબાબુ એ એલ ટ્રોફી 19 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓમાં વિજેતા કૃણાલ ડાભી રનર્સ અપ વિરાજ લાણીયા. અંડર 19 ડબલ્સ કૃણાલ ડાભી અને વિરાજ લાનિયા તથા આદિત્ય અંધારિયા અને સ્મિત ચૌહાણ. 19 વર્ષથી ઓછી વયની છોકરીઓમાં વિજેતા કૃષ્ણ કુગસીયા અને રનર્સ અપ રાધા શાહને ઘોષિત કરાયા હતા.

સ્વ.તપન ઠક્કર ટ્રાફી મેન્સ સિંગલ્સમાં વિજેતા જય ચિમની, રનર્સ અપ સંદિપ ડાભી. મેન્સ ડબલ્સ વિજેતા સંદીપ ડાભી અને સોહિલ સમા. રનર્સ અપ ગિરીશંકર અને જતીન સરવૈયા. મહિલા સિંગલ્સમાં વિજેતા રાધા શાહ અને રનર્સ અપ ઈશા વોરા. મહિલા ડબલ્સમાં વિજેતા કૌશા ભટ્ટ અને ઈશા વોરા તથા રનર્સ અપ રાધા શાહ અને રૂચા ભટ્ટ. સ્વ. યોગેશ ગર્ગ ટ્રોફીમાં પુરુષોની 35+ સિંગલ્સમાં વિજેતા જતીન સરવૈયા, રનર્સ અપ સુનીલ ડોડિયા. પુરુષોની 35+ ડબલ્સમાં વિજેતા અતુલ બંસલ અને સુનીલ ડોડિયા તથા રનર્સ અપ જીગ્નેશ ભાવસાર અને વિજયસિંહ ગોહિલ થયા હતા. આ તમામ વિજેતાઓને ટ્રોફી, રોકડ પુરુ્સ્કારતથા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. ફાઇનલ ફંકશનમાં જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...