તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડકડતી ઠંડીનો અનુભવ:12.6 ડિગ્રી સાથે 14 કિ.મી.ની ઝડપે પવન ભળતા શીતલહેર

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રાત્રિના સમયે શિતપ્રકોપથી મુખ્યમાર્ગો સુમસાન થઈ ગયા હતા. - Divya Bhaskar
રાત્રિના સમયે શિતપ્રકોપથી મુખ્યમાર્ગો સુમસાન થઈ ગયા હતા.
 • શહેરમાં તાપમાનમાંં પોણા બે ડિગ્રીનો ઘટાડો
 • ફેબ્રુઆરીમાં ઠંડીનું અંતિમ તબક્કાનું આક્રમણ, મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું

ભાવનગર શહેર અને જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં શિયાળુ ઠંડીએ અંતિમ તબક્કાનું આક્રમણ કર્યુ઼ છે અને છેલ્લાં 24 કલાકમાં શહેરના લઘુત્તમ ઉષ્ણતામાન 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઇ તાપમાનનો પારો 12.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતાં ભાવેણાવાસીઓએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

ભાવનગર શહેરમાં 48 કલાકથી ઉત્તર દિશાના ટાઢાબોળ પવનનો મારો શરૂ થઇ ગયો છે આથી લઘુત્તમ ઉષ્ણતામાનમાં બે દિવસથી ઘટાડો થતો રહ્યો છે. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધુ 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 12.6 ડિગ્રી થઇ જતાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીની તીવ્રતા વધી હતી તેમાં સાથે 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતા દ્વિગુણિત થઇ હતી. શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જો કે પવનની ઝડપ ગઇ કાલે 20 કિલોમીટર નોંધાઇ હતી તે આજે ઘટીને 14 કિલોમીટર થઇ ગઇ હતી.

રાત્રે તાપમાનમાં ઘટાડો
તારીખ લઘુત્તમ તાપમાન
7 ફેબ્રુઆરી 12.6 ડિગ્રી સેન્ટીગ્રેડ
6 ફેબ્રુઆરી 14.3 ડિગ્રી સેન્ટીગ્રેડ
5 ફેબ્રુઆરી 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ
4 ફેબ્રુઆરી 15.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
3 ફેબ્રુઆરી 17.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો