હવામાન:ભાવનગરમાં પવનની ઝડપ વધી, રાત્રે ઠંડીની તીવ્રતા ઘટી

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા
  • લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, પવનની ગતિ વધીને 12 કિ.મી. નોંધાઇ

ભાવનગર શહેરમાં નવેમબર અડધો પૂર્ણ થવામાં છે ત્યારે શિયાળાની ઠંડીની તીવ્રતા વધવાને બદલે ઘટી ગઇ છે. જો કે ઉત્તર-પૂર્વના ઠંડા પવનની ઝડપ વધતા આગામી દિવસોમાં ઠંડી વધશે. શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે શહેરમાં પવનની ગતિ વધીને 12 કિલોમીટર નોંધાઇ હતી. ભાવનગર શહેરમાં જો કે બપોર અને રાતના તાપમાનમાં વધારો નોંધાયો હતો.

બપોર મહત્તમ તાપમાન ગઇ કાલે 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું તે આજે વધીને 31.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલું તે આજે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જો કે પવનની ગતિ 10 કિલોમીટર હતી તે આજે વધીને 12 કિલોમીટર થઇ જતા વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...