તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડકડતી ઠંડી:પવનની ઝડપ 20 કિ.મી. થઇ જતાં ફરીથી શીતલહેર પ્રસરી, હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા નોંધાયું

ભાવનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 14.3 ડિગ્રી થયું, મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી થયું

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી ઉત્તર દિશાનો ટાઢોબોળ પવન ફૂંકાવાનો આરંભ થતા શહેર ફરીથી શીતલહેરના સકંજામાં સપડાઇ ગયું છે. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 14.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. જ્યારે મહત્તમ તાપમાન પણ ઘટીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. તો શહેરમાં પવનની ઝડપ વધીને 20 કિલોમીટર થઇ જતાં મોડી સાંજથી કડકડતી ઠંડીનો અનુભવ નગરજનોને થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક 14.6 ડિગ્રી હતુ તે આજે ઘટીને 14.3 ડિગ્રી થઇ ગયું પણ ખાસ અસર ટાઢાબોળ પવનની થઇ હતી. ગઇ કાલે પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે આજે 8 કિલોમીટર વધીને 20 કિલોમીટર થઇ ગઇ હતી. આથી શીતલહેરનો અનુભવ થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો