હવામાન:શહેરમાં 30 કિ.મી.ની ઝડપે ફૂંકાયા પવનના સૂસવાટા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાં ભેજનું પ્રમાણ વધીને 50% થયું
  • ભાવનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 38.3 ડિગ્રી થઇ ગયું, રાત્રે ઉષ્ણતામાન 24.4 ડિગ્રી

શહેરમાં આજે સવારે પવનની ઝડપ 18 કિલોમીટર હતી તે બપોર બાદ વધીને 30 કિ.મી થઇ જતા પવનના સૂસવાટા ફૂંકાતા બપોર બાદ ગરમીમાંથી રાહત મળી હતી. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન ઘટીને 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ ઘટીને 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ 50 ટકા થઇ જતા ભેજયુક્ત પવનને લીધે ગરમીમાં ઘટાડો થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 38.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જે આજે વધુ ઘટીને 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ વધીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું તે આજે ભેજવાળા પવનને લીધે ઘટી 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આમ, 24 કલાકમાં રાત્રે ઉષ્ણતામાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. શહેરમાં ગઇ કાલે સાંજે પવનની ઝડપ 24 કિલોમીટર હતી તે આજે વધીને 30 કિમી થઇ હતી.જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 32 ટકા હતું તે આજે સાંજે 18 ટકા વધીને 50 ટકા થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...