હવામાન વિભાગનું એલર્ટ:ભાવનગર જિલ્લામાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાવનગર અને અલંગના માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી

ભાવનગર સહિત જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

ત્રણ દિવસ દરિયો તોફાની બનવાની આગાહીહવામાન વિભાગ ડિઝાસ્ટર કચેરી ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ત્રણ દિવસ માટે ભાવનગર જિલ્લાના તમામ દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો છે અને દરિયાકિનારે દરિયો તોફાની બનવાની શક્યતા હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.

દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહીતા.8 થી 12 જૂન સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવે છે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે જેમાં ભાવનગર અને અલંગના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે અંદાજે 40 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે, આ અંગે જિલ્લાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે

આ અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતેથી ડિઝાસ્ટર ટીમ દ્વારા તમામ દરિયાકિનારાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી અને લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...