ચૂંટણીનો બહિષ્કાર:જનતાના મુદ્દાઓ પર મત આપીશું, શામપરાના ગ્રામજનોની પહેલ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માગણી નહિ સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર

ચૂંટણી નજીક આવતા મતદારો પણ સ્થાનિક માગણીઓ અને સમસ્યાઓને લઈ જાગૃત થતા જાય છે. ભાવનગર તાલુકાના શામપરા (સી) ગામમાં શિક્ષણ, રમતગમત, સુવિધાઓ સહિતની માગણીઓને લઈ ગ્રામજનો દ્વારા માગણી સંતોષાશે નહિ તો ચૂંટણીના બહિષ્કારની ચુંબકીય આપી છે. અને રાજકીય પક્ષો દ્વારા રાજકીય મુદ્દાઓને લઈ ગ્રામમાં પ્રવેશવાની પણ મનાઈ કરી છે. ભાવનગર તાલુકાના શામપરાના ગ્રામજનો દ્વારા ચૂંટણી સમયે શાસકો અને તંત્રનું નાક દબાવ્યું છે.

ગ્રામજનો દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવી પહેલ કરી છે. મોડેલ સ્કૂલનું નામ મોડેલ સ્કૂલ શામપરા કરવા, આદર્શ નિવાસી શાળાનું નામ પણ સુધારી આદર્શ નિવાસી શાળા સાંમપરા કરવા અને નવી બની રહેલી આદર્શ નિવાસી સ્કૂલમાં ગામના સ્થાનિક બાળકો માટે 10% પ્રવેશ માટે અનામત રાખવા તેમજ ગામ અને રમત ગમતના મેદાન માટે પાંચ વીઘા જમીન ફાળવવાની અને બંને બાજુ આવેલા રસ્તા 15 મીટર પહોળાઈમાં કાયમી રીતે ફાળવવા તંત્ર સમક્ષ માગણી કરી છે. જે અનુસંધાને આવતીકાલ તારીખ 20 ને રવિવારે સવારે 10 વાગે ગ્રામજનો દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ માગણી સંતોષાશે નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...