તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં રાણીકા વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન જીવતા વૃદ્ધ 1 વર્ષ પૂર્વે કૈલાસ માનસરોવરની જાત્રા કરવા ગયેલ જ્યા જંતુ કરડી જતા તેનો પગ કપાવવો પડેલ અને ત્યારથી વૃદ્ધની માનસીક સ્થિતિ લથડી ગયેલ હોઇ અને અગાઉ પણ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરેલ અને આજે પત્નિ બગદાણા પુનમ ભરવા ગયેલ હોઇ અને વૃદ્ધ ઘરે એકલા હોઇ જાતેથી ફાંસો ખાઇ લેતા તેમનુ મોત નિપજ્યુ છે.
આ અંગે મળતી વિગત મુજબ શહેરના રાણીકા વિઠલેશ્વર રોડ, પોસ્ટ માસ્તરની ચાલીમાં રહેતા ચંદુભાઇ બચુભાઇ ચૌહાણ (ઉ.વ.65)એ અાજે તેના ઘરે જાતેથી ગળા ફાંસો ખાઇ લેતા તેમનુ મોત નિપજ્યુ છે. આ અંગે મૃતકના પરીવારજનોએ પોલીસને જણાવ્યા મુજબ 1 વર્ષ પૂર્વે તેઓ કૈલાસ માનસરોવરની જાત્રા કરવા ગયેલ જ્યા મૃતક ચંદુભાઇને પગમાં ઝેરી જીવડુ કરડી જતા નેપાળમાં જ તેમનો પગ કપાવવો પડેલ. અને પગ કપાવ્યા બાદ મૃતકની માનસીક સ્થિતિ લથડી ગયેલ હોઇ અને અગાઉ પણ દવા પી આપઘાતનો પ્રાયસ કરેલ અને આજે પત્નિ બગદાણા ખાતે પુનમ ભરવા ગયેલ હોઇ અને પુત્ર અલગ રહેતો હોઇ વૃદ્ધ ઘરે એકલા હોઇ જાતેથી ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધુ હતુ.
બનાવ અંગે પત્નિને જાણ થતા તેઓ પર આભ તુટી પડ્યું હતું. બનાવ અંગેની જાણ થતા સી ડીવીઝન મથકના એ.એસ.આઇ કુલદિપસિંહ બી. વાઘેલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.