તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્નિએ પિયરમાં દિકરીને જન્મ આપ્યો પિતાએ અંતિમ વાટ પકડી લીધી, વલભીપુરના પાટણા ગામની ઘટના

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ માસૂમ બાળકીનો શું વાંક? - Divya Bhaskar
આ માસૂમ બાળકીનો શું વાંક?

વલભીપુરના પાટણા ગામે રહેતા જયેશભાઇએ તેના નાનાભાઇને મેસેજ દ્વારા જાણ કરેલ કે વ્યાજે લીધેલ નાણાની પઠાણી ઉઘરાણી થતા તેઓ ફાંસો ખાવા મજબુર થયેલ છે જે આધારે ફરિયાદી ભરતભાઇઅે તેના ઘરે જઇ તપાસ કરતા તેના મોટાભાઇ જયેશભાઇએ ઘરના રૂમમાં હુંકની દોરી સાથે ગળાફાંસો ખાધેલ હતો. બનાવ અંગે વલભીપુર પોલીસે 4 શખસો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 
વલભીપુરના પાટણા ગામે રહેતા અને કડીયાકામ કરતા ભરતભાઇ જગદીશભાઇ ચૌહાણએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઇ જયશેભાઇએ ગામના રણછોડ ઉર્ફે લાલો અચકાભાઇ ભરવાડ, કાળુ અભેસંગભાઇ ચાવડા, મયુર રામભાઇ ગઢવી તથા હામાભાઇ ભરવાડ પાસેથી દવાખાનાના કામ માટે તથા મકાન બનાવેલ તેમાં મોટી રકમ ખર્ચ થયેલ હોય તેના પૈસા વ્યાજે લીધેલા હતા અને તે પૈસાનુ જયેશભાઇ સમયસર વ્યાજ પણ ચુકવતા હતા અને હાલમાં લોકડાઉન હોય વ્યાજ ન ભરી શકતા ઉપરોક્ત શખ્સોએ તેની પાસેથી અવાર-નવાર તેના ઘરે જઇને ધમકી આપતા અને મકાન ખાલી કરવા ધમકી આપતા અને કોરા ચેકમાં સહિ કરાવી લેતા ફરિયાદીના ભાઇ જયેશભાઇએ પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઘરે એકલા હતા ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હોય ભરતભાઇએ ચારેય શખ્સો વિરૂદ્ધ તેના ભાઇને ધમકીઓ આપી મરવા પર મજબુર કરેલ હોય તેના વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મૃતક જયેશભાઇની પત્નિને દસ દિવસ પૂર્વેજ પિયરમાં ગયા હોય અને ટેસ્ટ ટુ બેબી ઓપરેશન કરાવેલ હોય અને અઢી મહિનાની  દિકરીનો જન્મ થયો હતો. અને જયેશભાઇ ઘરે એકલા હોય પઠાણી ઉઘરાણીથી કંટાળી ફાંસો ખાઇ લીધો હતો.
ફાંસો ખાતા પૂર્વે નાનાભાઇને મેસેજ કરી જાણ કરેલ 
મૃતક જયેશભાઇએ તેના નાનાભાઇ ભરતભાઇને સવારના સવા સાત વાગે મેસેજ કરેલ જેમાં લખ્યુ હતુ “હાલ લોકડાઉન હોય બધા વ્યાજ વાળા મારી પાસે પૈસા માંગતા હોય અને મારી નાખવાની ધમકી અાપતા હોય અને મારી પાસેથી કોરા ચેકમાં સહિ કરાવીને લઇ ગયેલ છે જેથી હુ ગળાફાંસો ખાવો પડેલ છે તેમ લખ્યુ હતુ અને છેલ્લે ફોન બંધ કરી દવ છુ જયમાતાજી”

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો