તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પતિ અને સસરાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર ખાતે સાસરું ધરાવતા મુન્નીબેન કરણભાઈ વાઘેલા (ઉ.વ.27)એ ગઈકાલે ઘરે બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે મુન્નીબેનની માતા ભાનુબેન લખુભાઈ સાઢમીયા (રહે. આટકોટ)એ વલભીપુર પોલીસ મથકમાં તેમની દિકરીના પતિ કરણ ભગુભાઈ વાઘેલા, સસરા ભગુ શામુભાઈ વાઘેલા (બંન્ને રહે.વલભીપુર) અને અગાઉ રિસામણે આવેલી દિકરીની ના છતાં પરાણે ઘરમેળે સમાધાન કરાવી તમામ જવાબદારી લેનાર રાજુ ભીખાભાઈ સાઢમીયા (રહે.કલોરાણા, તા.બાબરા, જી.અમરેલી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ અને સસરાએ તારા બાપાને કે કરિયાવરમાં પોચી અને કડલાં આપે તેમ કહી મારઝુડ કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને અગાઉ રિસામણે આવેલી તેમની દિકરીને ઉક્ત રાજુ સાઝમીયાએ દબાણ કરી દિકરીની ના હોવા છતાં સમાધાન કરાવી સાસરે લઈ ગયા હતા. આ મામલે યુવતીને મરવા મજબુર કરનાના સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...