તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળી:ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળી એક દિવસ લાવી શકશે

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સફેદ ડુંગળી સાથે લાલ ડુંગળી ન લાવવા અનુરોધ

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટયાર્ડ ખાતે સફેદ કાંદા લાવતા ખેડુતો/વાહન માલીકોને તથા કમીશન અજેન્ટોને જાણ કરવામાં આવે છે, કે સફેદ કાંદાની આવક તા.19 ફેબ્રુઆરી શુક્રવાર બપોરના 12 કલાકથી રાત્રીના 10 કલાક સુધી લેવામાં આવશે, ત્યારેબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહીં.

મહુવા માર્કેટયાર્ડમાં જણાવેલા સમય દરમિયાન જ આવવા દેવામાં આવશે, નિયત સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેમ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને જાણવા જોગ અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે ખાસ સૂચના આપવામાં આવી છે કે સફેદ ડુંગળીની સાથે જો લાલ ડુંગળી લાવશે તો કોઈપણ સંજોગોમાં ઉતારવા દેવામાં આવશે નહીં, તેમજ ગેઈટ પર નોંધાવ્યા વગર હરાજી કરવામાં આવશે નહીં, આથી ખેડૂતો અને કમીશન અજેન્ટોએ ખાસ નોંધ લેવી તેવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમ માર્કેટયાર્ડની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો