તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ડુંગળીનો ભાવ ઓછો આવતા ખેડૂતે પાક બકરાને ચરાવી આપઘાત કર્યો

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાજા તાલુકાના ઇશોરા ગામની બનેલી ઘટના
  • પોલીસને ગુમરાહ કરવા ડુંગળીનો ભાવ ઓછો આવ્યાનું નહીં પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડાનું કારણ

તળાજાના ઇશોરા ગામે રહેતા ભુપતભાઇ શંભુભાઇ જેઠવા (ઉ.વ.53)એ આજે ઇશોરા ગામે વાડી વિસ્તારમાં તેની વાડીએ ગળાફાંસો ખાઇ લેતા બેભાન હાલતે તેને હોસ્પીટલ ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી
બનાવ અંગેની જાણ તળાજા પોલીસને કરાતા તળાજા પોલીસે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતકના પુત્ર સાથે પુછતાછ કરતા તેણે જણાવેલ કે તેના પિતાએ વાડીમાં ડુંગળીનુ વાવેતર કરેલ હોય અને હાલ લોકડાઉનના કારણે ડુંગળીનો સરખો ભાવ ન આવતા મૃતકે જાતે તેના ડુ઼ગળીના ઉભા પાકમાં બકરાને ચરાવી દીધેલ અને બાદમાં કંટાળી જાતેથી વાડીએ ફાંસો ખાતા તેનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે બનાવ અંગે તળાજા પી.આઇ તથા ડી.વાય.એસ.પી સ્થળ પર જઇ તપાસ કરતા ફાંસો ખાધાનુ સચોટ કારણ જાણવા મળેલ કે મૃતક તેના દિકરાને કામ કરવા બાબતે કહેતા હોય અને પુત્ર પિતાને નશાની ટેવ હોય તે બાબતે અવાર-નવાર બન્ને વચ્ચે ઝઘડો થતો હોય કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળેલ છે. બનાવ અંગે પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો