ક્રાઇમ:વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે હુમલો કરી 50 હજારના ઘરેણાની લુંટ કરી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિહોરના ભુતિયા ગામે વૃદ્ધા પર હુમલો કરી ઘરેણા લૂંટ્યા
  • વૃદ્ધ દંપતી ગામડે એકલા રહેતા, ચાર પુત્રો સુરત ટેક્સટાઈલના વ્યવસાય સાથે જોડાયેલા છે

સિહોર તાલુકાના ભુતિયા ગામે વૃદ્ધા ઘરે એકલાં હતા તે સમયે અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશી માથાના પાછળના ભાગે હુમલો કરી વૃદ્ધાએ પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ કર્યાંની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ મામલે સોનગઢ પોલીસ ભુતિયા ગામે પહોંચી હતી. સિહોર તાલુકાના ભુતિયા ગામે સવારના 9.30 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરમાં લક્ષ્મીબેન મનજીભાઈ માંડવીયા પોતાના ઘરે એકલાં હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી માથાના પાછળના ભાગે હુમલો કરી બેભાન કરી દીધાં બાદ વૃદ્ધાએ કાનમાં પહેરેલાં એક-એક તોલના પોખાની બે નંગ જેની કુલ કિંમત 50,000 લુંટી લીધાં હતા.

આ મામલે વૃદ્ધાના પુત્ર પ્રવિણભાઈ મનજીભાઈ માંડવીયા (રહે. મુળ ગામ ભુતિયા, હાલ. સુરત)એ અજાણ્ય ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો પ્રમાણે આ વૃદ્ધ દંપત્તિ ગામડે એકલાં જ રહેતા હતા અને તેમના ચાર દિકરાઓ સુરત ખાતે રહેતા હતા અને ટેક્સટાઈલના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ આ મામલે સોનગઢ પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે. જ્યારે ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવારઅર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...