વેપારીઓ મીઠી મુંઝવણમાં:વ્યવસાયકારો માટે GSTની પળોજણ ક્યારે, શું કરવું? તેની મુંઝવણથી ત્રસ્ત

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ-વે બિલ અને ઇ-ઇન્વોઇસિંગ, વેપારીઓને બે-બે જવાબદારી
  • GSTના ઇ-વે બિલ, ઇ-ઇન્વોઇસ, રિટર્નમાં વેપારીઓ પરોવાયા

વ્યવસાયકારોનું મગજ પોતાના વેપાર-ધંધાના વિકાસમાં જેટલું લગાડવું પડતુ નથી તેટલું તો જીએસટની બાબતોમાં કાળજી રાખવી પડી રહી છે. આગામી તા.1 ઓક્ટોબરથી 10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ-ઇન્વોઇસિંગ ફરજીયાત બની રહ્યું છે. વેપારીઓ મીઠી મુંઝવણમાં છે ઇ-વે બિલ હોવા છતા ઇ-ઇન્વોઇસ શા માટે લાવવામાં આવી રહ્યું છે.

વ્યવસાયકારોઓ માલ વેચે અને ટ્રાન્સપોર્ટેશન માટે ઇ-વે બિલ કાળજી રાખીને કોઇપણ જાતની ભૂલ વિના બનાવીને આપવું પડે છે, હવેથી ઇ-ઇન્વોઇસ પણ બનાવવા પડશે અને તેની કોપી પણ ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરને ઇ-વે બિલની જેમ જ આપી રાખવી પડશે. સ્ટીલ રોલિંગ મિલના માલના ટ્રેડિંગ ક્ષેત્રે સંકળાયેલા આર.બી.પરિખના જણાવ્યા પ્રમાણે વ્યવસાયકારોને ઇ-વે બિલ, ઇ-ઇન્વોઇસિંગ, તમામ પ્રકારના જીએસટી રિટર્ન સહિતની બાબતોમાં મગજ પરોવાયેલું રાખવું પડે છે.

ઉપરાંત આ તમામ બાબતો પરિપૂર્ણ કર્યા પછી પણ જેની પાસેથી કાચા માલની ખરીદી થઇ હોય તે વેપારીના બિલ સાચા છે કે કેમ તેના અંગે પણ રાત ઉજાગરા રહે છે. વ્યવસાયકારોએ પોતાના વ્યવસાય ચલાવવા અને ડેવલોપમેન્ટ કેમ કરવા તેનાથી વધુ ચિંતા તો જીએસટી અંગે સતાવી રહી છે. જીએસટીના બોગસ બિલિંગના રેકેટમાં જેન્યુઅન વેપારીને પણ તેઓની ખરીદીમાં ક્યાંક-કોઇક બિલ ધાબડી જાય તો સમસ્યાઓને આમંત્રણ આપવા જેવું બની રહે છે. વ્યવસાયકારોએ બધી બાજુ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

બોલો લ્યો, બૂકિંગ કેન્સલેશન પર પણ GST
હોટલના રૂમ, રેલવે-હવાઇ સેવાની ટિકિટ બૂકિંગના કેન્સલેશન પર પણ જીએસટી લાદવામાં આવ્યો છે. હોટલના રૂમ, રેલવે સહિતની મુસાફરીની ટિકિટોની બૂકિંગ એક સર્વિસ છે, તેથી કેન્સલેશન પણ એક સર્વિસ ગણાય તેવા તર્કને આધારે હવે કેન્સલેશન પર પણ જીએસટી લાદવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...