સુવિધા:વૃદ્ધ, દિવ્યાંગ અને દર્દીઓને મતદાન માટે વ્હિલચેરની સુવિધા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાતેય વિધાનસભા વિસ્તારમાં સુવિધા ઉપલબ્ધ
  • 1લી ડિસેમ્બરે મતદાન માટે વ્હિલચેર આપવા જિલ્લાની સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો

ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જે માટે ચૂંટણી પંચ દ્વારા મળેલ નિર્દેશ મુજબ વયોવૃધ્ધ, અશકત દિવ્યાંગો, કોવિડ પ્રભાવિત મતદારો ( હલન - ચલન કરવામાં અસક્ષમ ) પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આવા મતદારોને પોતાના રહેઠાણથી સંબંધિત મતદાન મથક સુધી પહોંચાડવાના હેતુસર વ્હિલચેરની જરૂરીયાત વિવિધ સાત વિધાનસભા મત વિસ્તારમાં છે.

આ સેવાકીય ઉમદા હેતુ માટે ભાવનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટ, NGO પાસે ઉપલબ્ધ વ્હિલચેર એક દિવસ માટે વિનામુલ્યે પુરી પાડવા માટે જણાવાયું છે. આ રાષ્ટ્રીય લોકશાહીના અવસર માટે આપની પાસે રહેલ વ્હિલચેરના જથ્થાની વિગતો ત્રણ દિવસમાં મોબાઇલ નંબર 9427632297 ( એ.એમ.પટેલ - જિલ્લા નોડેલ અધિકારી PWD - VOTTER ) પર તથા કચેરીના ઇ - મેલ daobhav@gmail.com પર જાણ કરવા અને ઇ - મેલ પર આપની માહિતી મોકલી આપવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...