તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ વિશેષ:ઘઉંના વાવેતરમાં 3 વર્ષમાં સવા ચાર ગણો વધારો

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2019માં જિલ્લામાં ઘઉંનું વાવેતર 5500 હેકટર હતુ તે આ વર્ષે વધી 23,600 હેકટરના આંકને આંબ્યો
 • આ વર્ષે પાણીની સ્થિતિ સારી હોય વિક્રમી વાવેતર

ભાવનગર જિલ્લામાં ચોમાસમાં 110 ટકાથી વધુ વરસાદ થતા તેમજ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઇ જતાં આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે. સાથે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે 2019માં સમગ્ર ભાવનગર જિલ્લામાં ઘઉંનું વાવેતર ઘટીને 5500 હેકટર થઇ ગયેલું તે આ વર્ષે સવા ચાર ગણું વધીને 23,600 હેકટરના આંકને આંબી ગયું છે.

ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 62,600 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,16,800 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2021ના ત્રણ વર્ષમાં રવિ પાકમાં કુલ ત્રણ ગણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 60,500 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 26,200 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 43.31 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે.

ચણાના વાવેતરમાં 1 વર્ષમાં 16,500 હેકટરનો વધારો
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચણાના વાવેતરમાં એક જ વર્ષમાં સવા ચાર ગણો વિક્રમી વધારો નોંધાયો છે. અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વાવેતર 5200 હેકટર થયું હતુ તે આ વર્ષે 16,500 હેકટર વધીને 21,700 હેકટરના આંકને આંબી ગયું છે.

એક જ વર્ષમાં ડુંગળીના વાવેતરમાં 44%નો વધારો
આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 8 હજાર હેકટરનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 44 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ડુંગળીનું વાવેતર બમણું વધી ગયું છે. 2019ના વર્ષમાં ડુંગળીનું કુલ વાવેતર 13,600 હેકટર હતુ તે આ વર્ષે 2021માં વધીને 26,200 હેકટર થઇ ગયું છે.

2015થી 2021 સુધી ઘઉંના વાવેતરની સ્થિતિ

વર્ષવાવેતર
202123,600 હેકટર
202020,000 હેકટર
20195,500 હેકટર
201814,300 હેકટર
201710,700 હેકટર
20167,200 હેકટર
20159,600 હેકટર

(સોર્સ-ગુજરાત એગ્રિકલ્ચર ડિપાર્મેન્ટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો