શિયાળામાં વિક્રમી વાવેતર:ગોહિલવાડમાં ઘઉંના વાવેતરમાં 4 વર્ષમાં સવા પાંચ ગણો વધારો

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે પાણીની સ્થિતિ સારી હોય શિયાળામાં વિક્રમી વાવેતર થયું
  • ઈ.સ. 2019માં ભાવનગર જિલ્લામાં ઘઉંનું વાવેતર માત્ર 5500 હેકટર હતુ તે આ વર્ષે વધીને 28,300 હેકટરના આંકને આંબી ગયું

ભાવનગર જિલ્લામાં ચોમાસમાં 110 ટકાથી વધુ વરસાદ થતા તેમજ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઇ જતાં આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે. સાથે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. આજથી ચાર વર્ષ પૂર્વે 2019માં સમગ્ર ભાવનગર જિલ્લામાં ઘઉંનું વાવેતર ઘટીને 5500 હેકટર થઇ ગયેલું તે આ વર્ષે સવા પાંચ ગણું વધીને 28,300 હેકટરના આંકને આંબી ગયું છે.

ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે 2020માં વધીને 62,600 હેકટરમાં થયું હતુ તે ગત વર્ષે વધીને 1,16,800 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2021ના ત્રણ વર્ષમાં રવિ પાકમાં કુલ ત્રણ ગણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 88,400 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 38,200 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 43.21 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે.

ચણાના વાવેતરમાં 1 વર્ષમાં 3 ગણો વધારો
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચણાના વાવેતરમાં એક જ વર્ષમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વાવેતર 16,500 હેકટર થયું હતુ તે આ વર્ષે 50,700 હેકટર થઇ જતા એક જ વર્ષમાં ચણાના વાવેતરમાં ભાવનગરમાં 3 ગણો વધારો થયો છે.

એક જ વર્ષમાં ડુંગળીના વાવેતરમાં 45%નો વધારો
આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 12 હજાર હેકટરનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 45.80 ટકાનો વધારો થયો છે. 2021ના વર્ષમાં ડુંગળીનું કુલ વાવેતર 26,200 હેકટર હતુ તે આ વર્ષે 2022માં વધીને 38,200 હેકટર થઇ ગયું છે.

2015થી 2022 સુધી ઘઉંના વાવેતરની સ્થિતિ

વર્ષવાવેતર
202228,300 હેકટર
202123,600 હેકટર
202020,000 હેકટર
20195,500 હેકટર
201814,300 હેકટર
201710,700 હેકટર
20167,200 હેકટર
20159,600 હેકટર
અન્ય સમાચારો પણ છે...