આત્મહત્યા:પુન: નાપાસ થઇશ તો? તેવા ડરના કારણે તરૂણે ફાંસો ખાધો, ભાવનગર તાલુકાના વાળુકડ ગામની ઘટના

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના વાળુકડ ગામે ધોરણ 10માં એકવાર નાપાસ થયા બાદ બીજો પ્રયત્ન કરી પરીક્ષા આપી પરંતુ આ 16 વર્ષના તરૂણને હજુ મનમાં ડર હતો કે તે ફરી વખત નાપાસ થશે તો જેવા સતત નેગેટીવ વિચારોમાં તરૂણે પોતાના કાકાના ઘરે ફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યું છે.અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલ રવિએ હતાશ થયા વગર બીજી વખત મહેનત કરી 10માંની પરીક્ષા આપી પરંતુ જેમ જેમ રીઝલ્ટ આવવાનો દિવસ નજીક આવતો ગયો તેમ રવિના મનમાં ફરી વખત નાપાસ થઇશ તો ? તેવા ડરના કારણે તેણે કાકાના ઘરે ગળા ફાંસો ખાઇ અંતિમ પગલુ ભર્યું હતુ. વાળુકડ ગામે રહેતા પુંજાભાઇ સુરાભાઇ બલીયાએ વરતેજ પોલીસમાં જણાવ્યુ હતુ કે તેના ભત્રીજાના દિકરા રવિ નોંધાભાઇ બલીયાએ (ઉ.વ.16)10માંની પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે ફાંસો ખાતા તેને હોસ્પીટલ ખસેડાયો હતો જ્યા તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. બનાવ અંગે વરતેજ પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.મૃતકના દાદા પુંજાભાઇએ જણાવ્યુ કે મારો પૌત્ર હોશીયાર હતો અને એક વખત નાપાસ થયા બાદ હીરાનુ કામ સીખતો ગયો અને સાથે સાથે ફરીવખત પીરક્ષા આપવાની તૈયારી પણ કરતો અને હીરાના કામમાં હોશીયાર હતો જે કામ આપો તે ફટાફટ પુરૂ કરી આપતો હતો છતાં આવુ પગલુ ભર્યુ તેનુ અમને ઘણુ દુ:ખ છે.

અન્ય સમાચારો પણ છે...