સેમિનાર:પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને "મહિલા સ્વાસ્થ્ય જાગરૂકતા સેમિનાર"નું આયોજન કર્યુ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ અને યુવતીઓને સ્વસ્થ રહેવા અને રોગોથી બચવા માર્ગદર્શન અપાયું
  • ડો. સારિકા જૈન દ્વારા ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા માહિતી આપવામાં આવી
  • અધ્યક્ષ તુહિના ગોયલે ડો.સારિકાને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું

ભાવનગર રેલવે મંડળની મહિલાઓના કલ્યાણ માટે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર પરા દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારના સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત આજે બુધવારના રોજ સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલમાં ખાસ "મહિલા સ્વાસ્થ્ય જાગરૂકતા સેમીનાર"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષ તુહિના ગોયલની અધ્યક્ષતામાં ભાવનગર સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. સારિકા જૈન દ્વારા ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવી હતી. ડો. સારિકાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓ અને યુવતીઓને સ્વસ્થ રહેવા અને રોગોથી બચવા માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મહિલા કલ્યાણ સંગઠનની તમામ મહિલાઓ સાથે રેલ્વે શાળાના શિક્ષિકા અને છાત્રાઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ ડો. સારિકા સાથે તેમના સ્વાસ્થ્ય સંબંધિત શંકાઓ વિશે વાત કરી હતી અને ડો. સારિકાએ દરેકના પ્રશ્નોના જવાબ આપી તેમની શંકાઓનું પણ નિરાકરણ કર્યું હતું. કાર્યક્રમના અંતે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર પરાનાં અધ્યક્ષ તુહિના ગોયલે ડો.સારિકાને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. અંતમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર પરાનાં સેક્રેટરી કિરણ હંસેલીયાએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...