કોરોનાવાઈરસ:શાબાશ ભાવનગર સાજા થવાની સેન્ચુરી, કોરોનાની કારી ન ફાવી હવે હોસ્પિટલમાં માત્ર 10 દર્દીઓ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કુલ 119 દર્દીઓ પૈકી 101 સાજા થતા રજા અપાઈ
  • ભાવનગર હોસ્પિટલમાં શુક્રવારે પોઝિટિવના વધુ ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

આજે કોરના પોઝિટિવ વધુ 3 દર્દીઓને રજા આપી દેવામાં આવતા આજ સુધીમાં ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરના પોઝિટિવ સામે જંગ જીતનારાની સંખ્યા 100ને વટાવીને 101 થઇ ગઇ છે. ગત તા.7 એપ્રિલે સૌ પ્રથમ જશુભાઇ જાંબુચાને ભાવનગરમાં કોરોનામાંથી સાજા ગણી ડિસ્ચાર્જ કરાયા બાદ આજે 52માં દિવસે કોરનામાંથી સાજા થનારાનો આંક 100ને આંબી ગયો છે.  

ભરતનગરની મહિલાને અમદાવાદથી ચેપ લાગ્યો
ભાવનગરમાં આજે બે બાળકો અને એક વયસ્ક મહિલા સહિત 3 દર્દીને સરકારની નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. જેમાં જેસર તાલુકાના ઉગલવાણના નકુમ પરિવારના બે બાળકો 6 વછર્ષનો નૈતિક જગદીશભાઇ નકુમ અને 7 વર્ષના કુંજલ જગદીશભાઇ નકુમને આજે રજા અપાઇ હતી. જ્યારે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં સીંગલીયામાં રહેતા 65 વર્ષીય વીણાબહેન જયંતિભાઇ ભટ્ટને આજે રજા અપાઇ હતી. આ ત્રણેય દર્દીને બહારગામના ચેપને લીધે કોરોના આવ્યો હતો. જેમાં ઉગલવાણના બે બાળકો સુરતના ચેપનો ભોગ બન્યા હતા જ્યારે ભરતનગરની મહિલાને અમદાવાદથી ચેપ લાગ્યો હતો.

રિકવરી રેઇટમાં ભાવનગર રાજ્યના મહાનગરોમાં ટોચે
રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં એટલે કે મહાપાલિકા જ્યાં છે તેવા જિલ્લાઓમાં કોરોનામાં સૌથી વધુ રિકવરી રેઇટ ભાવનગર જિલ્લામાં 84.87 ટકાથી વધુ છે. જે નંબર વન છે. ખાસ કરીને સરકારની નવી રિકવરી નીતિ આવી ત્યારથી ભાવનગરમાં સાજા થનારાની સંખ્યા વધી છે.

સિહોર અને ઘોઘાને કોરોનામુક્ત જાહેર કરાયા
સિહોરના સ્વસ્તિકનો ખૂણો(મકતનો ઢાળ), જુમ્મા મસ્જિદ વિસ્તાર, વોરાવાડ વિસ્તાર, જલુનો ચોક, પીંજારાનો ઢાળ અને ઘાંચીવાડ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી આ તમામ વિસ્તારોને મુક્તિ આપવામાં આવી છે.  જ્યારે ઘોઘાને પણ ંમુક્તિ અપાઈ છે. ભાવનગરમાં વરતેજ નજીકના નિરમા કોલોનીમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આ નિરમા કોલોની વિસ્તાર કે જેમાં 32 ઘર અને 70 લોકોની વસ્તી છે તે તમામને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...