તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Wedding Moments From April 24 Due To The Sunset Of Jupiter And Venus, The Sunset Of The Planets Breaking Into The Colors Of Winter Weddings

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમૂરતા:ગુરૂ અને શુક્રના અસ્તને લીધે 24 એપ્રિલથી લગ્નના મુહૂર્ત, ગ્રહોના અસ્તની શિયાળુ લગ્નોના રંગમાં ભંગ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 અને 16 ફેબ્રુઆરી લગ્નના બે શુભ મુહૂર્ત આવશે, પછી છેક એપ્રિલના અંતે લગ્નોત્સવ

15 ડિસેમ્બરથી કમૂરતાનો આરંભ થઇ ગયો છે અને લગ્ન સહિતના તમામ શુભ કાર્યોનો નિષેધ છે. આ વર્ષે મકરસંક્રાંતિ બાદ શિયાળુ લગ્નોત્સવ જામશે નહી. આમ પણ કોરોના હોય લગ્નોત્સવમાં પૂરતા પ્રમાણમાં ગાઇડલાઇન પાળવાની હોય છે. આ વર્ષે ગુરૂ અને શુક્ર બે ગ્રહોનાઅસ્તને લીધે શિયાળામાં હવે લગ્નના માત્ર બે જ શુભ મુહૂર્ત આવશે. પછી છેક એપ્રિલના અંતિમ સપ્તાહમાં લગ્નોત્સવ જામશે. ધનારકના કમુહૂર્તા બાદ સામાન્ય સંજોગોમાં તો શિયાળુ લગ્નોત્સવના બીજા તબક્કાનો આરંભ થઇ જાય છે પણ આ વર્ષે તારીખ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ગુરુનો અસ્ત છે અને તારીખ 21 ફેબ્રુઆરીથી 16 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત છે. પરંતુ આ બંને વચ્ચે આઠ દિવસના ગેપ ફેબ્રુઆરીમાં લગ્નના 2 મુહૂર્ત છે. 15 અને 16 ફેબ્રુઆરીએ લગ્નો યોજી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો