તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:એમ.કે.બી.યુ.દ્વારા 11 દિવસ નાં સમયગાળા માટે વિવિધ યુનિ.નાં પ્રોફેસર દ્વારા વેબીનારનું આયોજન કરાયુ

ભાવનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ યુનિ.નાં પ્રોફેસર દ્વારા ભાષા , કમ્પ્યુટર યોગ, મેન્ટલ હેલ્થ જેવા વિષયો પર વક્તવ્ય

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા લોક ડાઉન ને પગલે તા. 11 મે થી લઈને તા. 21 મે સુધી અલગ અલગ વિષય પર વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 મે નાં રોજ યોજાઈ ગયેલ વેબીનાર માં ઇકોનોમિક એન્ડ સોશીયલ ઇમ્પેકટ ઓફ કોવીડ 19 પર વેબીનાર યોજાયો હતો. તા. 12 મે નાં રોજ યુનિ નાં એમ.બી.એ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિજીટલ માર્કેટિંગ એન્ડ કોવીડ 19 એરા પર વેબીનાર હોસ્ટ કરવામાં આવશે. જેમાં પ્રો.વિનોદ પટેલ ( વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ. ) પ્રો.વિનય વ્યાસ ( કે.એસ.કે.વી કચ્છ યુનિ.) અને નીરવ મહેતા ( આઇ.ટી.એક્સપર્ટ ) બપોરે 3 થી 4.15 સુધી લેક્ચર આપશે.

તા.13 મેનેજમેન્ટ વિષય અંતર્ગત વેબીનાર યોજાશે. તા.15 મે નાં રોજ પોસ્ટ કોવીડ 19 , પોસીબિલિટી ઈન ચેઈનજીંગ એજ્યુકેશન સિસ્ટમ અંતર્ગત પ્રો. સંજય ચૌહાણ ( ડાયરેક્ટર , જી.ટી.યુ.ઇનોવેશન કલબ , એસ.એસ.આઇ.પી. , અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ) , કોવીડ 19 અંતર્ગત પ્રો.મહેશ છાબરિયા ( પ્રિન્સિપાલ , એલ.એમ કોલેજ ઓફ ફાર્મસી ) , ડુઇંગ ગુડ વિથ ડીફરન્સ અંતર્ગત હિમલ પંડ્યા ( એકેડમીશિયન અને મોટીવેશનલ સ્પીકર ) , અનલોકિંગ ધ મેન્ટલ લોકડાઉન અંતર્ગત ( ડૉ.નિમિત્ત ઓઝા , એમીનન્ટ ઓથર એન્ડ સ્પીકર) દ્વારા 11.30 થી 2.45 સુધી માં ઉપરોક્ત 4 વેબીનાર યોજાશે. જે શાંતિલાલ શાહ  ફાર્મસી કોલેજ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. તા.16 મે અને તા.17 મે નાં રોજ લીટ્રેચર અને એપિડેમિક પર બપોરે 12.30 વાગ્યે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ દ્વારા વેબીનાર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો