વેબિનાર:ધો.12 પછી કઇ ફેકલ્ટીમાં જવું તે અંગે વેબિનારનું આયોજન, સાંજે 5 કલાકથી વેબિનારનો આરંભ થશે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12નું રીઝલ્ટ આવી ગયા પછી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં સૌથી વધુ ચિંતા એ બાબતની હોય છે કે કોલેજમાં કઇ વિદ્યાશાખા પસંદ કરવી અને તે માટે શું કરવાનું હોય છે. આ સૌથી વધુ ચર્ચાતા અને મુંઝવતા પ્રશ્નના ઉકેલ માટે હાલના લોકડાઉનના સમયગાળા દરમિયાન ભેગા મળી સેમિનારનું આયોજન શક્ય ન હોય તા.28 મેને ગુરૂવારે આપણું ભાવનગર ફેસબૂક પેજ અને યુ-ટ્યૂબ પર એમ.કે. ભાવનગર યુનિ.ના અને અન્ય ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે વેબિનારનું આયોજન કરાયું છે. તા.28 મેને ગુરૂવારે સાંજે 5 કલાકથી લાઈવ પ્રસારણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં સાયન્સ વિભાગ માટે પ્રો.આશીષભાઇ શુક્લ, કોમર્સ માટે પ્રો.ઉમેશભાઇ રાવળ, આર્ટસ વિભાગ માટે પ્રો.અનિલભાઇ વાઘેલા, ઇજનેરી વિભાગ માટે ડો.વિમલસિંહ ગોહિલ અને તબીબી વિદ્યાશાખા માટે ડો.ચિન્મયભાઇ શાહ માહિતી અને માર્ગદર્શન આપશે. આ માટે ફેસબૂક પર https://www.facebook.com/apnubhavnagar અને યુ-ટ્યૂબ પર https://www.youtube.com/dpN6mZ4Q0V5rq1nYfD3g પર નેટ દ્વારા જવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...