ક્રાઈમ:બે પરિવાર વચ્ચે સામાન્ય બોલાચાલીમાં શસ્ત્ર હુમલો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના રેલ્વે સ્ટેશન રોડ વાલ્મીકી વાસ પાસે
  • પત્ની રીસામાણે હોય તેને મનાવવા બાબતે અને પાણી ઉડાડવા બાબતે સામસામી ફરિયાદ

શહેરના રેલ્વે સ્ટેશન રોડ વાલ્મીકી વાસમાં રહેતા અશ્વિન કિશોરભાઇ દાઠિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની રીસામણે પિયરમાં હોય જેને મનાવવા માટે ફરિયાદીને તેની બાજુમાં રહેતા હિમંતભાઇ છગનભાઇ નૈયા અવાર-નવાર કહેતા હોય અને ફરિયાદીએ મનાવવાની ના પાડતા તેની દાઝ રાખી હિમંતભાઇ તથા રવિ હિમંતભાઇ નૈયા, ભોળા છનાભાઇ નૈયા, અમીત ભોળાભાઇ નૈયા, નારણ નૈયાએ એકસંપ થઇ ફરિયાદી તથા તેના ભાઇ મહેશ અને ભાણીયા ધાર્મીક ઉર્ફે રાજાને તલવાર તથા પાવડાના ધોકા અને પાઇપ વડે મારમાર્યો હતો 

જ્યારે સામાપક્ષે રવિ હિમંતભાઇ નૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ નોકરી પર જતા હતા ત્યારે મહેશ ઉર્ફે ભોપી કિશોરભાઇ દાઠીયાની પત્ની નોજર વડે પાણી ભરતી હોય અને ફરિયાદી પર પાણી ઉડાલેલ જે બાબતે ફરિયાદીના માતા તેને ઠપકો આપવા જતા જેની દાઝે મહેશ તથા અશ્વીન કિશોરભાઇ દાઠીયા, હરેશ ઉર્ફે જાગુ કિશોરભાઇ દાઠીયા અને પ્રિંસ જીતુભાઇ પરમારે તલવાર, ઇંટ, પાઇપ વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...