તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 કલાકનો વીજકાપ:આજે અડધા ભાવનગરમાં પાણીનું વિતરણ બંધ રહેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધેલ પમ્પિંગ પર 11 કલાકનો વીજકાપ
  • ઘોઘા રોડ, સુભાષનગર, માલધારી, તળાજા રોડ,અધેવાડા, તરસમીયા, કાળીયાબીડમાં પાણી નહીં મળે

બુધેલ પમ્પિંગ સ્ટેશન ખાતે પીજીવીસીએલ દ્વારા 11 કલાકનો વિજકાપ હોવાથી આવતીકાલ તા.13 ના રોજ તરસમીયા ફિલ્ટર પ્લાન્ટમાંથી બપોર બાદ વિતરણ થતાં તમામ વિસ્તારમાં પાણી આપવામાં નહીં આપવામાં આવે. જિલ્લાના બુધેલ ખાતે PGVCL દ્વારા ફીડર મેઈન્ટેનન્સની કામગીરી કરવાની થતી હોવાથી એનસી-4 એ બૂધેલ પમ્પીંગ સ્ટેશન ખાતે તા.13 ના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી 11 કલાક પાવર કાપ રહેશે.

વીજકાપના કારણે ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લાઓના ગામો અને શહેરોને પાણી પુરવઠો તા.13ના રોજ બંધ રહેશે. જે રિપેરિંગ કાર્ય પૂર્ણ થયેથી તુરંત પાણી પૂરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે. તા.13 નાં રોજ તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પર પાણીની ઓછી આવક થનાર હોવાથી અને પાણી બંધ થવાનું હોવાથી તા.13નાં રોજ 1 વાગ્યાં પછીનાં તમામ પાણી સપ્લાય બંધ રહેશે. ઘોઘા રોડ, એરપોર્ટ રોડ, સુભાષનગર, માલધારી સોસાયટી, કામિનીયા નગર, શિક્ષક સોસાયટી, તળાજા રોડ, અધેવાડા,અક્વાડા,તરસમીયા ગામ, કાળીયાબીડ બપોર બાદ આ વિસ્તારો માટે પાણી વિતરણ બંધ રહેશે.માત્ર તરસમીયા ફિલ્ટર આધારિત વિસ્તાર માટે પાણી વિતરણ ખોરવાશે બાકી અન્ય વિસ્તારમાં પાણી વિતરણ રેગ્યુલર રહેશે.

અન્ય સમાચારો પણ છે...